રાજસ્થાન કોંગ્રેસના ગેહલોત, પાયલોટ-જોશી સમર્થક 32 નેતા BJPમાં, સમીકરણો બદલાયા

PC: livehindustan.com

લોકસભા ચૂંટણી પહેલા રાજસ્થાન કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. આજે તેમના પૂર્વ કેબિનેટ મંત્રી, પૂર્વ CM અશોક ગેહલોતના નજીકના કોંગ્રેસી નેતા લાલચંદ કટારિયા સહિત પાર્ટીના 32 નેતાઓ BJPમાં જોડાયા હતા. રાજધાની જયપુરમાં BJPના પ્રદેશ કાર્યાલય ખાતે CM ભજનલાલ શર્મા, BJPના પ્રદેશ અધ્યક્ષ CP જોશી અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવની હાજરીમાં આ નેતાઓનો એક મેગા જોઇનિંગ કાર્યક્રમ યોજાયો હતો.

આ નેતાઓ અને તેમના ઘણા સમર્થકો સાથે કોંગ્રેસનો હાથ છોડીને કમળ હાથમાં લીધું હતું. રાજસ્થાનના રાજકારણમાં આ ધરખમ પરિવર્તનના કારણે રાજકીય સમીકરણો બદલાઈ ગયા છે. નાગૌરના ઘણા દિગ્ગજ જાટ નેતાઓ કોંગ્રેસ છોડીને BJPમાં સામેલ થયેલા નેતાઓમાં સામેલ છે. કોંગ્રેસના નેતાઓના આ મેગા જોઇનિંગથી BJP ઉત્સાહિત છે. BJPએ ફરી એકવાર રાજસ્થાનમાં 25માંથી 25 બેઠકો જીતવાનો દાવો કર્યો છે.

કોંગ્રેસ છોડીને BJPમાં સામેલ થયેલા નેતાઓમાં ગેહલોત સરકારમાં મંત્રી રહી ચૂકેલા લાલચંદ કટારિયા, રાજેન્દ્ર યાદવ, પૂર્વ ધારાસભ્ય રિછપાલ મિર્ધા, ખિલાડીલાલ બૈરવા, આલોક બેનીવાલ, વિજયપાલ મિર્ધા, પૂર્વ ભીલવાડા જિલ્લા પ્રમુખ રામપાલ શર્માનો સમાવેશ થાય છે. આ પૈકી કટારિયા જે પૂર્વ CM ગેહલોતની નજીક રહેલા છે. જ્યારે ખિલાડીલાલ બૈરવા સચિન પાયલટના કટ્ટર સમર્થક રહ્યા છે. જ્યારે રામપાલ શર્મા પૂર્વ વિધાનસભા અધ્યક્ષ CP જોશીના ખૂબ નજીક રહ્યા છે.

પાર્ટીમાં જોડાયા પછી લાલચંદ કટારિયાએ કહ્યું કે, તેઓ અંતરાત્માના આધારે BJPમાં જોડાયા છે. કટારિયાએ કહ્યું કે, CMએ ખેડૂતોની માંગણી પૂરી કરી છે. આગામી ચૂંટણીમાં BJPને આગળ લઈ જાશું. PM નરેન્દ્ર મોદીએ ભારતને વિશ્વમાં ઓળખ અપાવી છે. BJPમાં જોડાયેલા કોંગ્રેસના નેતાઓના કાફલામાં બે પૂર્વ મંત્રીઓ અને ચાર પૂર્વ ધારાસભ્યોનો સમાવેશ થાય છે. BJPના નેતાઓએ પાર્ટીમાં જોડાયેલા નેતાઓને ખેસ પહેરાવીને આવકાર્યા હતા.

આ નેતાઓ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય રામનારાયણ કિસાન, કોંગ્રેસ નેતા અનિલ વ્યાસ, નિવૃત્ત IAS ઔંકાર સિંહ ચૌધરી, ગોપાલરામ કુકુણા, અશોક જાંગીડ, પ્રિયા સિંહ મેઘવાલ, પ્રદેશ કોંગ્રેસ સેવાદળના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સુરેશ ચૌધરી, રાજેન્દ્ર પરસવાલ, શૈતાન સિંહ મેહરડા, રામનારાયણ ઝાઝડ, પૂર્વ પ્રધાન જગન્નાથ બુરડક, કર્મવીર ચૌધરી, કુલદીપ ઢેવા અને બચ્ચુ સિંહ ચૌધરીનો પણ સમાવેશ થાય છે. આ સાથે રામલાલ મીણા, મહેશ શર્મા, રણજીત સિંહ, મધુસુદન શર્મા, સુનીતા ચૌધરી, મદનલાલ અટવાલ, પ્યારેલાલ શર્મા, મહેશ શર્મા, રામખિલાડી શર્મા, રૂઘારામ મહિયા અને ભીયાંરામ પેડીવાલે પણ BJPમાં એન્ટ્રી લીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp