ચૂંટણી સમયે જ EDએ કોંગ્રેસ ઉમેદવારને સમન્સ મોકલ્યું, હાઇકોર્ટે જુઓ શું કર્યું

PC: thelallantop.com

રાજસ્થાન હાઈકોર્ટ તરફથી EDને મોટો ઝટકો લાગ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ રાજસ્થાનના બાડમેરથી કોંગ્રેસના ઉમેદવાર મેવારામ જૈનને સમન્સ જારી કર્યું હતું. કેન્દ્રીય એજન્સીએ મેવારામને જયપુર ઓફિસમાં હાજર થવા કહ્યું હતું. પરંતુ હાઈકોર્ટે EDના સમન્સને જ રદ કરી દીધું છે.

મીડિયા સૂત્રો તરફથી પ્રાપ્ત થતા અહેવાલ મુજબ, જસ્ટિસ ફરઝંદ અલીએ જણાવ્યું હતું કે રાજ્યમાં 25 નવેમ્બરે ચૂંટણી થવાની છે, જો સમન્સ સાત દિવસ માટે મોકૂફ રાખવામાં આવે તો તેની મની લોન્ડરિંગ કેસ પર કોઈ અસર થશે નહીં. કોર્ટે કહ્યું કે આ સંજોગોમાં નોટિસ આપવી યોગ્ય નથી. મેવારામ માટે તેમના વિધાનસભા ક્ષેત્રમાં હાજર રહે તે જરૂરી છે.

કોર્ટે કહ્યું કે EDની જયપુર ઓફિસમાં જવા માટે મેવારામને 500 કિલોમીટર આવવાનું જવાનું થઇ જશે. જ્યારે સમન્સ શા માટે મોકલવામાં આવ્યું છે તે સ્પષ્ટ નથી. જેમ કે, તેને આરોપી તરીકે બોલાવવામાં આવ્યો છે કે, સાક્ષી તરીકે, તે સમન્સમાં સ્પષ્ટ નથી. કોર્ટે કહ્યું કે, જો અરજદાર આરોપી છે, તો તેને તેની સામેના આરોપો વિશે જાણવાનો અધિકાર છે.

કોર્ટે કહ્યું કે, જો અરજદાર આરોપી છે, તો ઓછામાં ઓછા તેને તેની સામેના આરોપો વિશે જાણવાનો અધિકાર છે. જો તેને અધિકારીઓ સમક્ષ નિવેદન આપવા માટે સમન્સ મોકલવામાં આવ્યું છે, તો તેને કયા હેતુ માટે અને કયા કિસ્સામાં તેની હાજરી જરૂરી છે તે જાણવાનો અધિકાર છે, જેથી તે સમન્સને પૂરું કરવા માટે તેને લગતા જરૂરી દસ્તાવેજો એકત્રિત કરી શકે.

કોર્ટે તાત્કાલિક બહાર પડાયેલા સમન્સને તો રદ કરી દીધા છે, પરંતુ EDને 3 ડિસેમ્બર પછી એટલે કે ચૂંટણી પરિણામો પછી ફરીથી સમન્સ બહાર પાડવાની મંજૂરી આપી છે.

મીડિયા સૂત્રોના અહેવાલો અનુસાર, ED સેક્સટોર્શન સંબંધિત કેસની તપાસ કરી રહી છે. આ કેસમાં મેવારમને બોલાવવામાં આવ્યા હતા. મેવારામ બાડમેરથી ત્રણ વખત કોંગ્રેસના ધારાસભ્ય છે અને આ વખતે પણ ઉમેદવાર તરીકે છે.

અહીં તમને જણાવી દઈએ કે, સેક્સટોર્શન કેસમાં આરોપોથી ઘેરાયેલા રાજસ્થાનના કોંગ્રેસના ધારાસભ્ય મેવારામ જૈનની ED હવે મની ટ્રેલ ટ્રેસ કરશે. ED શોધી કાઢશે કે, શું આરોપીઓને 5 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા? રાજસ્થાન પોલીસ દ્વારા નોંધાયેલા આ કેસમાં EDએ મની લોન્ડરિંગ હેઠળ કેસની તપાસ શરૂ કરી છે. આ કેસમાં અત્યાર સુધીમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp