હૉસ્પિટલે AB+ની જગ્યાએ O+ બ્લડ ચડાવી દીધું, યુવકનું નિધન

PC: rajasthantak.com

જયપુરની સવાઇ માનસિંહ હૉસ્પિટલમાં મોટી બેદરકારી સામે આવી છે. અહી અકસ્માત બાદ દાખલ થયેલા યુવકને હૉસ્પિટલના કર્મચારીઓએ બીજા ગ્રુપનું બ્લડ ચઢાવી દીધું. તેનાથી યુવકનું મોત થઈ ગયું. આ ઘટના ચર્ચામાં આવી તો સરકારે ધ્યાનમાં લેતા તપાસના આદેશ આપ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ, બાંદીકુઈ શહેરના રહેવાસી 23 વર્ષીય સચિન શર્માને કોટપૂતલી શહેરમાં અકસ્માત નડ્યો હતો, જેમાં તેને ગંભીર ઇજા થઈ હતી. ત્યારબાદ સચિનને જયપુરની રાજકીય સવાઇ માનસિંહ હૉસ્પિટલ (SMS)ના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરાવવામાં આવ્યો.

સવાઇ માનસિંહ હૉસ્પિટલના અધિક્ષક અચલ શર્માએ કહ્યું કે, ઘટનાની તપાસ માટે એક વિશેષ તપાસ સમિતિ બનાવી છે. તપાસ રિપોર્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે એક અધિકારીએ કહ્યું કે, ખોટું બ્લડ ચઢાવવાથી દર્દીની બંને કિડની ફેઇલ થઈ ગઈ અને તેને ડાયાલિસિસ પર રાખવામાં આવ્યો, પરંતુ દર્દીનું સ્વાસ્થ્ય વધુ ખરાબ થતું ગયું. તેમાં કોઈ પણ સુધાર ન થયો. અકસ્માતમાં સચિનનું લોહી વધારે વહી ગયું હતું. તેને લઈને ડૉક્ટરોએ સચિનને બ્લડ ચઢાવવા કહ્યું હતું.

ડૉક્ટરોએ લોહીની જરૂરિયાત બતાવતા એક પરચી લખીને બ્લડ બેંકથી લોહી લાવવા માટે પરિવારજનોને મોકલી દીધા. પરિવારજનોએ ડૉક્ટરોને લોહી લાવીને આપી દીધું, પરંતુ ડૉક્ટરોએ બેદરકારી કરતા બીજા ગ્રુપનું લોહી ચઢાવી દીધું. સચિનને AB+ની જગ્યાએ O+ બ્લડ ચડાવી દેવામાં આવ્યું. તેથી તેની સ્થિતિ વધુ ખરાબ થવા લાગી. સવાઇ માનસિંહ હૉસ્પિટલના ટ્રોમા વોર્ડમાં દાખલ સચિન શર્માએ આજે છેલ્લા શ્વાસ લીધા. આ મામલો વધ્યો તો ખબર સરકાર સુધી પહોંચી. ત્યારબાદ શાસને આ આખી ઘટનાની તપાસના આદેશ આપી દીધા છે.

સવાઇ માનસિંહ હૉસ્પિટલના અધિક્ષક રાજીવ બગરટ્ટાએ કહ્યું કે આ ખૂબ જ દુઃખદ ઘટના છે. આ વાત સામે આવી હતી. તેની તપાસ માટે અમે એક કમિટી કાલે જ રચી દીધી. તેમાં બધા વિષયો પર તપાસ થઈ રહી છે જે આરોપ લાગ્યા છે. થોડા કલાકોમાં અમે રિપોર્ટ સામે રાખી દઇશું. તો યુવકના પિતાનું કહેવું છે કે મારી પોતાની એક કિડની ખરાબ થઈ ચૂકી છે. સચિન જ એકમાત્ર કમાનારો હતો. તેની એક નાની બહેન પણ છે. બંને ભાઈ-બહેનના લગ્ન થયા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp