આ રાજ્યના લવ મેરેજ કરનારાઓનું હવે ટેન્શન પૂરું, પોલીસ આપશે સુરક્ષા

PC: hindustantimes.com

કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે, એ નથી જોતો જાતપાત કે નથી જોતો અમીરી-ગરીબી. પરંતુ આજે પણ ભારતીય સમાજમાં મોટા ભાગે પ્રેમ લગ્નનો અસ્વીકાર કરવામાં આવે છે. તો એવામાં પ્રેમી યુગલો ભાગીને લગ્ન કરી લેતા હોય છે, પરંતુ તેમને ક્યારેક પોતાના પરિવારથી અલગ થવું પણ પડતું હોય છે, તો કેટલીક વખત તેમના જીવને પણ જોખમ ઊભું થતું હોય છે. પરંતુ હવે એક રાજ્યની પોલીસ પ્રેમી કપલને પરિવારજનો વિરુદ્ધ જઈને લગ્ન કરવા માટે મદદરૂપ થશે. ચાલો તો જાણીએ કયા રાજ્યમાં વ્યવસ્થા કરવામાં આવી છે અને તેના માટે હેલ્પલાઈન નંબર કયા છે.

રાજસ્થાનના જે પણ પ્રેમી કપલ પોતાના પરિવારજનો વિરુદ્ધ કાઈને એક થવા માગે છે તો તેમના માટે એક મોટા સમાચાર છે. રાજસ્થાન પોલીસે સ્વેચ્છાએ લગ્ન કરનારા પુખ્ત યુવક-યુવતીની સહાયતા અને સુરક્ષા માટે રાજ્ય સ્તર અને જિલ્લા સ્તર પર હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે. એક અધિકારીએ તેની જાણકારી આપી. પોલીસ આર્મ્ડ બટાલિયનના ઉપમહાનિરીક્ષક શ્વેતા ધનખડ તેના નોડલ અધિકારી અને એડિશનલ પોલીસ અધિક્ષક મહિલા અત્યાચાર નિવારણ પ્રકોષ્ઠ સિવિલ રાઇટ્સ જયપુર નવિતા ખોખરની સહાયક નોડલ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.

શ્વેતા ધનખડે એક નિવેદનમાં જણાવ્યું કે, પુખ્ત યુવક અને યુવતીના સ્વેચ્છાથી લગ્ન કર્યા બાદ પરિવારજન અને જાતિ અને સમાજના વ્યક્તિઓ દ્વારા પરેશાન કરવા કે અનુચિત કાર્યવાહી કરવા પર કપલ રાજ્ય સ્તરીય હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરી શકે છે. એ જ પ્રકારે જિલ્લા સ્તર પર પોલીસ કંટ્રોલ રૂમના નંબર અને નિમાયેલા જિલ્લા નોડલ અધિકારીઓ સાથે તેમના મોબાઈલ નંબર પર સંપર્ક કરી શકાય છે. પોલીસ હેડક્વાર્ટર દ્વારા નોડલ અધિકારીઓના મોબાઈલ નંબર અને હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે.

હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરનારા યુગલને પોલીસ સુરક્ષા કે સંબંધિત સહાયતા ઉપલબ્ધ કરાવવામાં આવશે. રાજ્ય સ્તર પર ફરિયાદકર્તા 941217 92228 અને 94689 52823 નંબર પર સંપર્ક કરી શકે છે. આ પ્રકારે વૉટ્સએપના માધ્યયમથી પણ કપલ પોલીસ સાથે સંપર્ક કરી શકે છે. તેના માટે હેલ્પલાઈન નંબર 87648 71150 નંબરથી મદદ લઈ શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp