અયોધ્યામાં ભોજન પ્રસાદી માટે અજમેરથી આવી ખાસ ગિફ્ટ, એક વખતમાં બનશે આટલી રોટલી
અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ચારેય તરફ લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો લોકો પોત પોતાની રીતે રામ મંદિર માટે દિલ ખોલીને દાન પણ આપી રહ્યા હતા છે.
હવે અયોધ્યામાં લોકો માટે બનનારી ભોજન પ્રસાદી માટે અજમેરની રોટલી બનાવનારી 8 મશીનો પણ રોટલીઓ શેકશે. રાજસ્થાન વિધાનસભાના અધ્યક્ષ વાસુદેવ દેવનાનીએ સોમવારે અજમેરથી લીલી ઝંડી દેખાડીને આ મશીનોને અયોધ્યા માટે રવાના કરી.
વાસુદેવ દેવનાનીએ જણાવ્યું કે, 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન રામની મૂર્તિની સ્થાપના થશે. તેમણે જણાવ્યું કે, સદીઓથી આ સપનું ભારતીયોનું રહ્યું છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લિડરશિપમાં આ કામ થવા જઇ રહ્યું છે. ભગવાન ગર્ભ ગૃહમાં બિરાજમાન થશે અને એ બધાનું સૌભાગ્ય છે. અયોધ્યા નગરી વિશ્વનું સૌથી મોટું તીર્થ સ્થળ બનવા જઇ રહી છે. અયોધ્યાની મા સીતા ભોજનશાળામાં બનનારી રોટલીઓ માટે આ મશીનોને રવાના કરવામાં આવી છે. એક વખતે આ 8 મશીનોથી 1200 રોટલીઓ બનશે. અજમેરના 50 કાર્મિક પણ ત્યાં કામ કરી રહ્યા છે.
અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ છે. બીજી તરફ કાર્યક્રમ માટે 3610 કિલો વજનની 108 ફૂટ લાંબી અગરબત્તી રોડ માર્ગથી ગુજરાતથી અયોધ્યા લઈ જવામાં આવી રહી છે. સોમવારે અગરબત્તીનું ટ્રેલર ભરતપુરના આગ્રાથી જયપુર નેશનલ હાઇવે થતું અયોધ્યા માટે રવાના થયું. ઘણા શ્રદ્ધાળુ હાઇવે પહોંચ્યા અને જય શ્રીરામના જયકારા લગાવ્યા. આ અગરબત્તી ગુજરાતમાં તૈયાર કરવામાં આવી છે. તેને બનાવવામાં 6 મહિના લાગ્યા.
કહેવામાં આવી રહ્યું છે કે તેમાં ઘણા પ્રકારની જડી-બુટીઓ નાખવામાં આવી છે. આ અગરબત્તીની પહોળાઈ લગભગ 3.5 ફૂટ છે. એ સિવાય શ્રીલંકાના અશોક વાટિકાથી ચરણ પાદુકા છત્તીસગઢના મનેન્દ્રગઢ જિલ્લામાં પહોંચી, જ્યાં મોટી સંખ્યામાં શ્રી રામની ચરણ પાદુકાના દર્શન કરવા માટે શ્રદ્ધાળુ ઉમટી પડ્યા. આ યાત્રા રામના વનવાસ પથથી થતા અયોધ્યા પહોંચશે. યાત્રાની શરૂઆત 15 ડિસેમ્બરે થઈ હતી, જે 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા જઈને સમાપ્ત થશે.
મંદિર પૂજારીએ જણાવ્યું કે, જ્યારે 1990-91માં કાર સેવા થઈ હતી, એ સમયે અમે લોકો અયોધ્યા ગયા હતા અને ત્યાંના લોકોને ખૂબ પરેશાન કરવામાં આવ્યા. એ સમયે પોલીસની લાઠી પણ ખાવી પડી હતી. અમે ભગવાનની સેવા કરવા ગયા હતા. આજે ચરણ પાદુકાના દર્શન કરીને અમે લોકો ખૂબ ખુશ છીએ. આગામી 22 જાન્યુઆરીના રોજ મંદિરો અને શહેરને દીવાઓથી સજાવવામાં આવશે. ત્યારબાદ ચરણ પાદુકા મનેન્દ્રગઢથી થતા મધ્ય પ્રદેશના શહડોલ માટે રવાના થઈ, જ્યાં રાત્રિ વિશ્રામ શહડોલમાં થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp