અયોધ્યામાં ઉજવાશે ભવ્ય રામ જન્મોત્સવ, જાણો કયા કયા આયોજન થવાના છે

PC: aajtak.in

આગામી દિવસોમાં 22 માર્ચથી ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઇ રહી છે ત્યારે અયોધ્યાના રામ મંદિરમાં રામ જન્મ મહોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. ચૈત્રી નવરાત્રીના આ પવિત્ર તહેવારમાં અયોધ્યા રામ નામથી ગૂંજી ઉઠવાનું છે.

ઉત્તર પ્રદેશમાં આવેલા અયોધ્યામાં નિર્માણ પામી રહેલા ભવ્ય રામમંદિરમાં નવરાત્રી દરમિયાન મોટા પાયે આયોજનની તડામાર તૈયારી ચાલી રહી છે. 10 દિવસ સુધી અયોધ્યાની ધરતી પર થનારા આ કાર્યક્મમાં શું શું થવાનું છે તે જાણવામાં તમને રસ પડશે.  આગામી 21 માર્ચથી 30 માર્ચ એમ 10 દિવસ સુધી રામ જન્મ મહોત્સવનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે.

અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરી રહેલ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ નવરાત્રી દરમિયાન 21 થી 30 માર્ચ દરમિયાન અયોધ્યામાં 10 દિવસીય 'રામ જન્મ મહોત્સવ'નું આયોજન કરશે. રામ મંદિર ટ્રસ્ટે મંગળવારે મોડી સાંજે તેના ટ્વિટર હેન્ડલ પરથી તહેવારનું સત્તાવાર પોસ્ટર પણ બહાર પાડ્યું છે. ટ્રસ્ટના એક અધિકારીએ જણાવ્યું કે રમતગમતની સ્પર્ધાઓમાં 'રન ફોર રામ' મેરેથોન રેસ, કુસ્તી, કબડ્ડી, બોટ રેસ, તલવારબાજી, સાયકલ રેસ અને ગ્રામીણ વિસ્તારોમાં લોકપ્રિય કેટલીક અન્ય રમતોનો સમાવેશ થશે.

ટ્રસ્ટના અધિકારીએ કહ્યું કે ઉત્સવમાં દરેક દિવસે સાંજે ધાર્મિક સભાનું આયોજન કરવામાં આવશે. જેમાં મહાકાવ્ય શ્રીરામચરિત માનસની વાર્તા પર આધારિત નાટકો ભજવાશે, ભારતીય સંગીત વાદ્યોની સાથે સંગીત મય પ્રસ્તુતિ અને કવિ સંમેલનના આયોજન પણ થશે. કવિ સંમેલનમાં ભગવાન રામની સ્તુતિના પાઠ કરવામાં આવશે.

રામ જન્મ મહોત્સવનું જે આયોજન થવાનું છે તે તારીખ વાર જાણો

22 માર્ચ નવરાત્રીના પહેલા દિવસે શૈલપુત્રી પુજા, બીજા દિવસે બ્રહ્મચારિણી પુજા, ત્રીજા દિવસે મા ચંદ્રઘંટા પુજા, ચોથા જિવસે માં કુષ્માંડા પુજા, પાંચમા દિવસે મા સ્કંદમાતા પુજા, છ્ઠા દિવસે મા કાત્યાયની પુજા, સાતમા દિવસે મા કાલરાત્રી પુજા, આઠમા દિવસે મા મહાગૌરી પુજા, 9મા દિવસે મા સિદ્રિદાત્રી પુજા થશે.

આ પહેલા, યોગી સરકારે ચૈત્ર નવરાત્રિ પર શક્તિપીઠો અને મંદિરોમાં વિશેષ કાર્યક્રમો માટે તમામ જિલ્લાઓને એક લાખ રૂપિયા આપવાની જાહેરાત પણ કરી હતી. નવરાત્રી દરમિયાન રાજ્યના તમામ મંદિરોમાં અખંડ રામાયણ અને દુર્ગા સપ્તશતીના પાઠ કરવામાં આવશે. આ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે. આ માટે તમામ જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ અને વિભાગોના કમિશનરોને સૂચનાઓ આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp