રામલલાએ જે ડિઝાઇનરના કપડાં પહેર્યા, તે બોલ્યો- ધન્ય થઈ ગયું મારું જીવન, એ મારા..

PC: indiatoday.in

22 જાન્યુઆરીના દિવસનો આખો સનાતન સમાજ કાગડોળે રાહ જોઈ રહ્યો હતો. 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની હતી અને એ સંપન્ન થઈ ગઈ. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરી. પ્રાણ પ્રતિષ્ઠા બાદ જ્યારે રામલલાની તસવીર આવી તો એ ખૂબ જ ભવ્ય હતી. તેમણે ઘણા પ્રકારના આભૂષણ ધારણ કર્યા હતા. તેની સાથે જ તેમણે પીતાંબર કપડાઓનું વરણ કર્યું હતું. આ વસ્ત્ર ખૂબ જ સુંદર નજરે પડી રહ્યા હતા. હવે તમારા મનમાં સવાલ ઉઠી રહ્યો હશે કે આટલા મનમોહક વસ્ત્ર બનાવ્યા કોણે? આ લેખમાં અમે તમને જણાવીશું કે રામલલાના વસ્ત્ર કોણે બનાવ્યા છે.

રામલલાના સ્વાગતની તૈયારી દરેક કરી રહ્યું હતું. આ દરમિયાન જ્યારે વાત આવી કે રામલલા વસ્ત્ર કેવા ધારણ કરશે? તેનું સમાધાન કાઢ્યું દિલ્હીના ડિઝાઇનર મનીષ ત્રિપાઠીએ. તેમણે રામલલાના કપડાંની ડિઝાઇનને લઈને ટ્રસ્ટના સચિવ ચંપત રાય અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વાત કરી. બંનેને મનિષનો આઇડિયા અને ડિઝાઈન પસંદ આવ્યા અને રામલલાના વસ્ત્રો તૈયાર કરવાની જવાબદારી મનીષને સોંપી દેવામાં આવી. એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા મનીષ બતાવે છે કે તેઓ છેલ્લા 3 વર્ષથી રામલલાના વસ્ત્રોને લઈને કામ કરી રહ્યા હતા.

તેમની સાથે તેમની ટીમ પણ હતી. ઘણી ડિઝાઈનો પર કામ કરવામાં આવ્યું. રામલલાના વસ્ત્રોનું કપડું વારાણસીથી તૈયાર કરવામાં આવ્યું. તેઓ કહે છે કે શ્રી રામચરિતમાનસમાં ઉલ્લેખ છે કે ભગવાન રામ પીતાંબર પહેરતા હતા. ત્યારબાદ અમે વારાણસીમાં સોના અને ચાંદીને મળાવીને કપડાં તૈયાર કરાવ્યા. તેની સાથે જ તેના સિવણમાં પણ સોના અને ચાંદીના દોરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મનીષ કહે છે કે હું અને મારી 15 સભ્યોની ટીમ છેલ્લા 40 દિવસોથી અયોધ્યામાં જ હતા.

આ દરમિયાન અમને કહેવામાં આવ્યું કે, રામલલાની મૂર્તિને એક જ પથ્થરથી બનાવવામાં આવી છે. અમે તેના હિસાબે વસ્ત્ર તૈયાર કરવાના હતા. એ અમારા માટે પડકારનું કામ હતું, પરંતુ રામલલાની કૃપાથી એ સંભવ થઈ ગયું. મનીષ કહે છે કે તેને રામલલા માટે એક ધોતી, કમરનો પટકો સહિત 2 પટકા અને શિયાળાના હિસાબે એક સાલ તૈયાર કરી છે. પ્રાણ પ્રતિષ્ઠાના સમયે રામલલાએ આ વસ્ત્રો ધારણ કર્યા હતા. આ દરમિયાન મનીષ ભાવુક થઈ ગયા અને કહ્યું કે, જ્યારે આજે મેં જોયું કે રામલાલએ મેં તૈયાર કરેલા વસ્ત્ર ધારણ કર્યા છે તો હું ભાવુક થઈ ગયો.

તેમણે કહ્યું કે, મારું અને મારી ટીમનું જીવન ધન્ય થઈ ગયું. એ મારા માટે એક એવી પળ છે જેમ કે અમને આજે બધા જન્મોનું ફળ મળી ગયું. મનીષ કહે છે કે, હું અને મારી ટીમ માટે સૌથી મોટો દિવસ છે અને મને લાગે છે કે રામલલાના વસ્ત્રોથી સુંદર હવે અમે લોકો અન્ય કશું જ ડિઝાઇન નહીં કરી શકીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp