સેમ પિત્રોડાના મતે PMએ મંદિરોમાં જ સમય વિતાવવા કરતા આના પર ધ્યાન આપવું જોઈએ

PC: twitter.com

ઇન્ડિયા ઓવરસીઝ કોંગ્રેસના ચેરમેન સેમ પિત્રોડાએ કહ્યું છે કે, ધર્મએ વ્યક્તિગત વિષય છે એનું રાષ્ટ્રીયકરણ ન કરો. ધર્મનો ઉપયોગ રાજકીય ફાયદા માટે ન કરો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના સમય મંદિરોમાં વિતાવે છે એનાથી હું પરેશાન છું. પિત્રોડાએ કહ્યું કે, અત્યારે આખો દેશ રામજન્મ ભૂમિ અને રામ મંદિર પ્રાતણ પ્રતિષ્ઠામાં જ જાણે અટકી ગયો હોય તેવું લાગે છે.

પિત્રોડાએ કહ્યું કે, પ્રધાનમંત્રીએ મંદિરોમાં જવાને બદલે શિક્ષણ, રોજગાર, વિકાસ, ઇકોનોમી, મોંઘવારી, આરોગ્ય, પર્યાવરણ એવા ઘણા મુદ્દાઓ છે તેની પર ધ્યાન આપવું જોઇએ.

સેમ પિત્રોડાનો જન્મ આમ તો ઓડિસાના ટીટલાગઢમાં કચ્છી ગુજરાતી પરિવારમાં થયો હતો, પરંતુ એ પછી તેમનું જીવન ગુજરાતના સુરેન્દ્રનગરમાં આવેલા હળવદ તાલુકાના તિકર ગામમાં થયો હતો. તેઓ ભારતમાં ટેલિકોમ ક્રાંતિના જનક હતા અને પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. રાજીવ ગાંધીના નજીકના મિત્ર હતા. તેઓ હાલ અમેરિકામાં રહે છે અને તેમની પાસે 20 Ph.dની ડિગ્રીઓ છે અને 100 જેટલી પેટન્ટ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp