34 વર્ષ બાદ અન્ન ગ્રહણ કરશે ફળાહારી બાબા, રામ મંદિર આંદોલનમાં ધરપકડ બાદ..
લાંબા ઇંતજાર બાદ અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઇ રહી છે. લાખો-કરોડો રામભક્તોનું સપનું પૂરું થવા જઇ રહ્યું છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લામાં રહેનારા લક્ષ્મીસ્વરૂપ બ્રહ્મચારી ઉર્ફ ફળાહારી બાબા ચર્ચામાં છે. તેમની રામ મંદિર આંદોલન દરમિયાન ધરપકડ કરી લેવામાં આવી હતી. જેલમાં રહેવા દરમિયાન તેમણે પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી પ્રભુ શ્રીરામનું મંદિર નહીં બની જાય, તેઓ માત્ર ફળ ખાઈને જીવિત રહેશે. છેલ્લા 34 વર્ષોથી તેઓ ફળો પર નિર્ભર છે. એટલે તેમને ફળાહારી બાબાના નામથી ઓળખવામાં આવે છે.
અત્યારે ફળાહારી બાબા ફતેહપુર ચૌરાસી બ્લોકના જાજામઉ ગામમાં રહે છે. અહી તેમણે ફૂલમતી મંદિર બનાવડાવ્યું છે. બાબાએ અયોધ્યામાં રામ મંદિર બનવા સુધી અન્ન ન ગ્રહણ કરવાનો સંકલ્પ લીધો હતો. છેલ્લા 34 વર્ષોથી તેઓ ફળ ખાઈને જીવન વ્યતીત કરી રહ્યા છે. હવે તેમની પ્રતિજ્ઞા પૂરી થવાનો સમય આવી ગયો છે. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ ફળાહારી બાબા અન્ન ગ્રહણ કરશે. બાબાએ 13 વર્ષની ઉંમરમાં વૈરાગ્ય લઈ લીધું હતું. પછી નજીકના ગામ લોનારપુર સ્થિત મા ભુવનેશ્વરી પીઠના દંડી સ્વામી દેવાશ્રમના શિષ્ય બની ગયા.
વર્ષ 1988માં તેઓ બજરંગ દળના બ્લોક સંયોજક પણ બન્યા. બાબાએ જણાવ્યું કે, 12 ઑક્ટોબર 1989ના રોજ પોલીસ તેમની ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ આગામી દિવસે તેમને રાયબરેલી જેલ મોકલી આપ્યા હતા. આરોપ લગાવ્યો કે, હું રાયબરેલી ક્રોસિંગ પર મસ્જિદ પાડવા જઇ રહ્યો હતો, જે ખોટું હતું. ત્યારે તેમણે 17 ઑક્ટોબરના રોજ જેલમાં જ પ્રતિજ્ઞા લીધી હતી કે, જ્યાં સુધી અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ અને રામલલા બિરાજમાન નહીં થાય, તેઓ અન્નનો એક દાણો પણ ગ્રહણ નહીં કરે.
હાલમાં બાબાએ ફૂલમતી મંદિર પરિસરમાં જ ભગવાન શ્રીરામ મંદિર બનાવ્યું છે અને જે દિવસે અયોધ્યામાં શ્રીરામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થશે એ જ દિવસે ત્યાં પણ શ્રીરામની મૂર્તિની સ્થાપના થશે. બાબા મુજબ 22 જાન્યુઆરીએ તેઓ અયોધ્યા નહીં જઇ શકે. એટલે માત્ર અહી અન્નના રૂપમાં પંજીરનો પ્રસાદ ચાખશે, પરંતુ પછી તેઓ અયોધ્યા જશે અને શ્રીરામના પૂજન, દર્શન બાદ વિધિવત રૂપે અન્ન ગ્રહણ કરશે. ફળાહારી બાબા મુજબ, એ ભગવાન દ્વારા બનાવેલો સંયોગ છે, જે મુહૂર્તમાં અયોધ્યામાં પ્રભુનો ભોગ લાગશે એ સમયે મારા મંદિરમાં પણ ભોગ લાગશે.
પછી હું એ ભોગનો પ્રસાદ પોતાની જીભ પર રાખીશ, પરંતુ ગ્રહણ ત્યારે જ કરીશ જ્યારે અયોધ્યા જઈશ. ફળાહારી બાબાના ભાઈ રામશંકર અગ્નિહોત્રીએ કહ્યું કે, બાબા બાળપણથી જ સાત્વિક આચાર વિચારના છે. તેમણે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. મહાત્માઓ સાથે રહેવા લાગ્યા હતા. જ્યારે રામ મંદિર આંદોલન ચાલુ થયું તો એક દિવસે રાત્રે પોલીસ તેમને ઉઠાવી લઈ ગઈ હતી. ઘણા દિવસો સુધી રાયબરેલી જેલમાં રાખ્યા. તો બાબાએ અન્ન ત્યજી દીધું હતું. હવે રામ મંદિર નિર્માણ અને રામલલા દહન બાદ અન્ન ગ્રહણ કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp