22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ, આ રાજ્યોમાં સરકારી રજા, જુઓ યાદી

PC: agniban.com

ભારત સહિત વિશ્વભરના રામ ભક્તો 22 જાન્યુઆરીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દિવસે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે અને ત્યાર પછી વિશ્વભરમાંથી લોકો રામલલાના દર્શન કરવા માટે અયોધ્યા રામમંદિરમાં આવી શકશે. આ ભવ્ય સમારોહમાં PM નરેન્દ્ર મોદી સહિત વિવિધ પક્ષોના મોટા નેતાઓ, મુકેશ અંબાણી, ગૌતમ અદાણી જેવા બિઝનેસ ટાયકૂન્સ અને ફિલ્મ સેલિબ્રિટીઓ હાજરી આપશે. આ શુભ અવસર પર ઘણા રાજ્યોમાં ‘ડ્રાય ડે’ જાહેર કરવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત જેવા ઘણા રાજ્યોમાં આ દિવસ એટલે કે 22 જાન્યુઆરીએ સરકારી રજા પણ જાહેર કરવામાં આવી છે.

ઘણા અહેવાલોમાં એવી માહિતી આપવામાં આવી છે કે, 22 જાન્યુઆરીને રાષ્ટ્રીય રજા (જાહેર રજા) જાહેર કરવામાં આવી શકે છે. એક વકીલે ભારતના રાષ્ટ્રપતિને પત્ર લખીને 22 જાન્યુઆરીને રાષ્ટ્રીય રજા તરીકે જાહેર કરવાની વિનંતી પણ કરી છે.

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને કારણે ઉત્તર પ્રદેશમાં 22 જાન્યુઆરીએ શાળાઓ અને કોલેજો બંધ રહેશે. આ સિવાય UPના CM યોગી આદિત્યનાથે રાજ્યમાં આ દિવસે દારૂની દુકાનો પણ બંધ રાખવાની સૂચના આપી છે. CM યોગીએ રાજ્યના લોકોને આ દિવસને દિવાળીની જેમ ઉજવણી કરવાની અપીલ કરી છે.

મધ્યપ્રદેશના CM મોહન યાદવે 22 જાન્યુઆરીએ શાળાઓમાં રજાની જાહેરાત કરી છે. તેમણે લોકોને આ દિવસોને તહેવારોની જેમ ઉજવવાનું કહ્યું છે. આ ઉપરાંત રાજ્યમાં 22 જાન્યુઆરીને ડ્રાય ડે તરીકે પણ જાહેર કરવામાં આવ્યો છે. આ પ્રસંગે તમામ પ્રકારના દારૂ અને ગાંજાની દુકાનો બંધ રહેશે.

ગોવા સરકારે 22 જાન્યુઆરીએ સરકારી કર્મચારીઓ અને શાળાઓ માટે રજા જાહેર કરી છે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને ધ્યાનમાં રાખીને આ દિવસે ગોવામાં રજા રહેશે. ગોવાના CM પ્રમોદ સાવંતે થોડા દિવસ પહેલા એક પ્રેસ કોન્ફરન્સમાં આ જાણકારી આપી હતી.

છત્તીસગઢ સરકારે રાજ્યની તમામ સરકારી અને બિનસરકારી શાળાઓ અને કોલેજોમાં 22 જાન્યુઆરીએ રજા જાહેર કરી છે. CM વિષ્ણુ દેવ સાઈએ અયોધ્યાના રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ ઉજવવા માટે આ રજા જાહેર કરી છે.

હરિયાણા સરકારે પણ 22 જાન્યુઆરીએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત રાજ્યમાં આ અવસર પર દારૂ પર પણ પ્રતિબંધ રહેશે.

ડ્રાઈ રાજ્યોની યાદીઃ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, આસામ, છત્તીસગઢ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, હરિયાણા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp