અયોધ્યાના રામ મંદિરની છત પરથી પાણી ટપકવાના દાવા પર ટ્રસ્ટની સફાઇ- જ્યાં ભગવાન..

PC: indianexpress.com

પ્રી મોનસૂન વરસાદ બાદ રામલલાના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ શાસ્ત્રીએ જે પ્રકારે રામ મંદિરનું નિર્માણની ગુણવત્તા પર સવાલ ઉઠાવીને આરોપોની લાઇન લગાવી, ત્યારબાદ તીર્થ ક્ષેત્રમાં અફરાતફરી મચી ગઈ છે. હવે મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસ અને તીર્થ ક્ષેત્રના સચિવ ચંપત રાય સામેસામે આવી ગયા છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર તરફથી સફાઇ આપવામાં આવી છે. રામ મંદિર ટ્રસ્ટે સોશિયલ મીડિય પોસ્ટમાં જણાવ્યું કે, ગર્ભગૃહ જ્યાં રામલલા બિરાજમાન છે, ત્યાં એક ટીપું પાણી છત પરથી ટપક્યું નથી અને ન તો ક્યાંય પાણીનો ગર્ભગૃહમાં પ્રવેશ થયો છે.

ભવન નિર્માણ સમિતિના ચેરમેન ન્રૃપેન્દ્ર મિશ્રાએ એક દિવસ અગાઉ સ્પષ્ટ કર્યું હતું કે નિર્માણમાં કોઈ ટેક્નિકલી ખામી નથી કેમ કે દરેક નિર્માણની તપાસ CBRIના વિશેષજ્ઞ કરે છે અને પ્રમાણપત્ર આપે છે. બુધવારે તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાય પણ સામે આવ્યા અને તેમણે સોશિયલ મીડિયામાં સિલસિલેવાર જવાબ આપ્યો. તેની સાથે જ દાવો કર્યો કે, ગર્ભગૃહમાં એક ટીપું પાણી ટપક્યું નથી અને પાણી ક્યાંયથી પ્રવેશ્યું નથી. ચંપત રાયે રામ મંદિરમાં પાણી આવવાને લઈને પૂરી તથ્ય સાર્વજનિક કર્યું છે.

8તેમણે જણાવ્યું કે ગર્ભગૃહ આગળ પૂર્વ દિશામાં ગૂઢ મંડપ છે. ત્યાં મંદિરની બીજી સપાટીની છતનું કાર્ય પૂરું થયા બાદ (તળેટીથી લગભગ 60 ફૂટ ઉપર), ગુંબજ જોડાશે અને મંડપની છત બંધ થઈ જશે. આ મંડપનું ક્ષેત્રફળ 35 ફૂટ વ્યાસનું છે, જેને અસ્થાયી રૂપે પ્રથમ તળ પર જ ઢાંકીને દર્શન કરાવવામાં આવી રહ્યા છે. બીજા તળ પર પિલર નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. તેમણે જણાવ્યું કે રંગ મંડપ અને ગૂઢ મંડપ વચ્ચે ઉત્તર અને દક્ષિણ દિશામાં બંને તરફ ઉપર અને દક્ષિણ દિશામાં બંને તરફ ઉપર તળ પર જવા માટે પગથિયાં છે. જેની છત પણ બીજા તળની છતની ઉપર જઇને ઢાંકશે. આ કાર્ય પણ પ્રગતિ પર છે.

કહેવામાં આવ્યું કે પથ્થરોથી બનનાર મંદિરમાં વીજળીના તાર માટે બનાવવામાં આવનાર લેન અને જંક્શન બોક્સનું કાર્ય પથ્થરની છત ઉપર હોય છે અને લેનને છતમાં છેદ કરીને નીચે ઉતારવામાં આવે છે જેથી મંદિરની નીચેની છતની લાઇટિંગ થાય છે. આ લેન અને જંક્શન બોક્સ ઉપરના ફ્લોરિંગ દરમિયાન વોટર ટાઇટ કરીને સપાટી છુપાવવામાં આવે છે. જો કે, પ્રથમ તળ પર વીજળી, વોટર પ્રૂફિંગ અને ફ્લોરિંગનું કાર્ય પ્રગતિ પર છે, જેના કારણે બધા જંક્શન બોક્સમાં પાણી પ્રવેશ કરીને કંડ્યૂડના પાઇપના સહારે તળેટી પર રડ્યું, જે ઉપર જોવા પર પ્રતીત થાય છે કે છત પરથી પાણી ટપકી રહ્યું છે જ્યારે યથાર્થમાં પાણી કંડ્યૂટ પાઈપના સહારે તળેટી પર નીકળી રહ્યું હતું.

ચંપત રાયે જણાવ્યું કે, મંદિર અને પરકોટ પરિસરમાં વરસાદના પાણીને કાઢવાની સુનિયોજિત ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે આ કાર્ય પણ પ્રગતિ પર છે. ભવિષ્યમાં મંદિર અને પરકોટા પરિસરમાં ક્યાંય પણ પાણી ભરવાની સ્થિતિ નહીં થાય. શ્રીરામ જન્મભૂમિ પરિસરને વરસાદના પાણી માટે બહાર શૂન્ય વોટર ડિસ્ચાર્જ માટે મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે. તેના માટે રિચાર્જ પિટનું પણ નિર્માણ કરાવવામાં આવી રહ્યું છે.

મંદિર અને પરકોટા નિર્માણ કાર્ય તેમજ મંદિર પરિસર નિર્માણ/વિકાસ કાર્ય ભારતને 2 અતિ પ્રતિષ્ઠિત કંપનીઓ L&T અને ટાટાના એન્જિનિયરો અને પથ્થરોથી મંદિર નિર્માણના વિશેષજ્ઞ CB સોમપુરાના પુત્ર આશિષ સોમપુરા અને અનુભવી શિલ્પકારોની દેખરેખમાં થઈ રહ્યું છે. નિર્માણ કાર્ય ગુણવત્તામાં કોઈ કમી નથી. કહેવામાં આવ્યું કે, ઉત્તર ભારતમાં માત્ર પથ્થરોથી મંદિરનું નિર્માણ કાર્ય પ્રથમ વખત થઈ રહ્યું છે. દેશ-વિદેશમાં માત્ર સ્વામિનારાયણ પરંપરાના મંદિર પથ્થરોથી બન્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp