'મોદીજીના નેતૃત્વ વિના રામ મંદિર શક્ય ન હોત...' લોકસભામાં અમિત શાહ

PC: jagran.com

સંસદના બજેટ સત્રના છેલ્લા દિવસે લોકસભામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પર ચર્ચા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, 22 જાન્યુઆરીનો દિવસ દસ હજાર વર્ષ સુધી ઈતિહાસમાં ગણવામાં આવશે, આ દિવસ એક લાંબા સંઘર્ષના વિજયનો છે.

અમિત શાહે કહ્યું, '22 જાન્યુઆરી એ આવનારા વર્ષો માટે એક ઐતિહાસિક દિવસ રહેશે. આ તે દિવસ હતો જેણે તમામ રામ ભક્તોની આશાઓ અને આકાંક્ષાઓ પૂર્ણ કરી.'

22 જાન્યુઆરીએ 1528માં શરૂ થયેલા એક સંઘર્ષનો અંત ચિહ્નિત કર્યો. 22મી જાન્યુઆરી એ મહાન ભારતની યાત્રાની શરૂઆતનો દિવસ છે. આ દેશ રામ વિના કંઈ પણ નથી. જેઓ ઈતિહાસને ઓળખતા નથી તેઓ પોતાનું અસ્તિત્વ ગુમાવે છે.

રામ કોઈ વ્યક્તિ નથી, કરોડો લોકોના આદર્શ છે. રામનું રાજ્ય કોઈ એક ધર્મનું નથી. રામનું રાજ્ય કેવું હોવું જોઈએ તે સમગ્ર વિશ્વ માટે એક ઉદાહરણ બની રહે છે. આ દેશના કણ કણમાં રામ વસે છે. રામ દેશના દરેક ખૂણે ખૂણે છે. રામ ફક્ત અમારા નથી, રામ આપણા બધાના છે.

રામ વિના આ દેશની કલ્પના કરી શકાતી નથી. 1858થી પ્રભુ રામ માટે કાનૂની લડાઈ ચાલી રહી હતી. PM મોદીએ 22 જાન્યુઆરીએ ઈતિહાસ રચ્યો હતો.

અમિત શાહે કહ્યું કે, તમે આ દેશને, રામ માટે ઘણા સો વર્ષો સુધી ચાલેલા સંઘર્ષને જાણ્યા વિના સમજી શકતા નથી.

અમિત શાહે કહ્યું, 'વિપક્ષી પાર્ટીઓ કહે છે કે અમે માત્ર વચનો જ આપીએ છીએ. પરંતુ સત્ય એ છે કે, PM મોદીજી જે કહે છે, તે કરીને પણ બતાવે છે.'

અમે 2014થી 2019 સુધી રામ મંદિર જન્મભૂમિ માટે લડ્યા. જ્યારે કોર્ટ ચુકાદો આપવાની હતી ત્યારે ચૂંટણી આવી હતી, તેથી કોર્ટે તે સમયે ચુકાદો આપ્યો ન હતો. ચૂંટણી પરિણામો પછી કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો.

અમે સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી જ રામ મંદિરનું નિર્માણ કર્યું, તેથી સુપ્રીમ કોર્ટના આ નિર્ણયની વિરુદ્ધ બોલવું યોગ્ય નથી. આજે આખી દુનિયા સુપ્રીમ કોર્ટના આ નિર્ણયની પ્રશંસા કરી રહી છે.

PM મોદીએ રામ મંદિરનું નિર્માણ કરીને જનતાની આકાંક્ષા પૂરી કરી, તે એક ઐતિહાસિક દિવસ હતો. હું માનું છું કે PM મોદીજીના નેતૃત્વ વિના આ શક્ય ન બન્યું હોત. અમારી સરકારે કોર્ટના નિર્ણયને યોગ્ય રીતે લીધો અને અમે આ દેશમાં ક્યાંય પણ કોઈ પણ પ્રકારના હુલ્લડ થવા દીધા નથી.

PM મોદીએ રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા 11 દિવસ સુધી ઉપવાસ કર્યા હતા. PM મોદીએ આ 11 દિવસમાં દેશભરના મંદિરોની મુલાકાત લીધી. જ્યારે રામ મંદિરના ભૂમિપૂજનનો સમય આવ્યો, ત્યારે અમે કોઈ રાજકીય નારા લગાવ્યા નથી. અમે માત્ર રામના ભજનને જ ટ્વીટ કર્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp