રામ નામની લૂંટ.. શખ્સને અયોધ્યામાં મળી 55 રૂપિયાની ચા, લોકો બોલ્યા- ભાઈ એવી..

PC: twitter.com/govindprataps12

અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ પ્રભુના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. દેશભરના લોકો ભગવાનની એક ઝલક જોવા માટે અયોધ્યા પહોંચી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એવા ઘણા વીડિયો અને તસવીરો વાયરલ થઈ રહ્યા છે જેને જોઈને ખબર પડે છે કે રામ મંદિરમાં લાખો શ્રદ્ધાળુઓની ભીડ પહોંચી રહી છે. આ દરમિયાન એક X (અગાઉ ટ્વીટર) યુઝરે અયોધ્યાના એક રેસ્ટોરાંના બિલની તસવીર શેર કરી છે, જેમાં જોઈ શકાય છે કે એક ચા 55 રૂપિયા અને ટોસ્ટ 65 રૂપિયામાં વેચવામાં આવી રહ્યા છે.

જેને લઈને X યુઝરે લખ્યું કે, રામ નામની લૂંટ છે. જેના પર લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે અને તેમનું કહેવું છે કે એવી જગ્યા પર જાવ જ શા માટે છો. વાયરલ થઈ રહેલી આ તસવીરને X પર @Politics_2022_એ શેર કરી છે. ફોટો સાથે કેપ્શનમાં તેણે કહ્યું અયોધ્યા. શબરી રસોઈ.. 55 રૂપિયાની ચા.. 65 રૂપિયાનો એક ટોસ્ટ.. રામ નામની લૂંટ છે. લૂંટી શકો તો લૂંટો..

હવે બિલની આ કોપી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેના પર પબ્લિક પોતાના વિચાર રાખી રહી છે. આ પોસ્ટને અત્યાર સુધી 14 હજાર કરતા વધુ વખત જોવાઈ ચૂકી છે. લોકો પોસ્ટ પર ખૂબ કમેંટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, તીર્થને પર્યટન સ્થળ બનાવી દેશો તો શ્રદ્ધા ક્યાંથી આવશે! હવે રામને ભુનાવવામાં લાગી ગયા છે! અન્ય એક યુઝરે લખ્યું કે, તો એવી જગ્યાએ કેમ જાવ છો? તને પકડીને તો કોઈ લઈ નથી ગયું.

સર્વિસ પૂરી જોઈએ, પૈસા આપવાના સમયે હવા ખરાબ હોય છે. સેકડો સ્ટ્રીટ વેન્ડર હશે, જેમની ક્વાલિટી પણ હશે અને રૂપિયા પણ બચી જતા. ત્રીજા એક યુઝરે લખ્યું કે, ત્યાંના લોકોએ ઘણું બધુ કર્યું છે, જો કમાશે નહીં તો ખાશે કેવી રીતે? એક અન્ય યુઝરે લખ્યું કે, CCDની 200ની કોફી તો સસ્તી હશે ને? એક યુઝરે લખ્યું કે, લૂંટાવ્યા બાદ લૂંટારા બોલવું ખોટું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp