રામ રહિમે 20 દિવસના પેરોલ માંગ્યા, ચૂંટણી પંચે રાજ્ય સરકાર પર ઢોળી દીધું
હરિયાણા વિધાનસભાની ચૂંટણી પહેલા ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ રામ રહીમે જેલ વિભાગ પાસે 20 દિવસના ઇમરજન્સી પેરોલ માંગ્યા છે.રામ રહીમે કહ્યું કે તે પેરોલ પર છુટાને ઉત્તર પ્રદેશના પોતાના બરનાવા આશ્રમમાં રહેશે.
હરિયાણમાં 5 ઓક્ટોબરે વિધાનસભાની ચૂંટણી છે એટલે આદર્શ આચાર સંહિતા લાગેલી છે. એવો સંજોગોમાં જેલ વિભાગે મુખ્ય ચૂંટણી અધિકારીને જાણ કરી છે કે રામ રહીમે ઇમરજન્સી પેરોલ માંગ્યા છે.
ચૂંટણી પંચે રાજ્ય સરકારને પત્ર લખીને પુછ્યું કે, રામ રહીમને પેરોલ પર છોડવો કેટલો યોગ્ય છે? સવાલ એ છે કે, અત્યારે ચૂંટણી પંચ પાસે પુરી સત્તા છે, છતા પંચે હા કે ના પાડવાને બદલે આખી વાત રાજ્ય સરકાર પર ઢોળી દીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp