બીજા જ દિવસે જ રામભક્તોએ દિલ ખોલીને કર્યું દાન, ભરાઈ ગઇ 10 દાન પેટી

PC: jagran.com

અયોધ્યાના રામ મંદિરમાં રામલાલની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ થયા બાદ પહેલા દિવસે મંગળવારે ભક્તો દ્વારા 3.17 કરોડ રૂપિયાનો ચઢાવો ચઢી ગયો. મંદિરના અધિકારીઓએ બુધવારે આ જાણકારી આપી. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટી અનિલ મિશ્રાએ જણાવ્યું કે, પ્રાણ પ્રતિષ્ઠાન દિવસે 10 દાન કાઉન્ટર ખોલવામાં આવ્યા હતા. 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાદ ભક્તોએ દાન કાઉન્ટર અને ઓનલાઇન દાનના રૂપમાં 3.17 કરોડ રૂપિયાનું દાન આપ્યું.

અનિલ મિશ્રાએ જણાવ્યું કે, 23 જાન્યુઆરીએ 5 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા. એક નિવેદનમાં જિલ્લાધિકારી નીતિશકુમારે કહ્યું કે, પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના બીજા દિવસે રાત્રે 10 વાગ્યા સુધી 2.5 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મંદિરમાં દર્શન કર્યા. મિશ્રાએ કહ્યું કે, બુધવારે મળેલી રકમનો ખુલાસો આગામી દિવસે ગણતરી બાદ કરવામાં આવશે. દર્શન વ્યક્તિગત ઢંગે તેના માટે પ્રશાસન પાસે ચર્ચાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સહ સરકાર્યવાહક દત્તાત્રય હોસબલેએ અયોધ્યાની આસપાસ સંઘ કાર્યકર્તાઓને મંદિરની સફાઈની જવાબદારી સ્વીકારવા અને સુવ્યવસ્થિત રીતે મંદિર દર્શનના સંચાલનમાં સહયોગ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

બીજી તરફ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ સામાન્ય લોકો માટે ખોલવામાં આવેલા અયોધ્યાના મંદિરમાં બીજા દિવસે બુધવારે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી. રામપથ અને મંદિર પરિસરની આસપાસ સવારથી જ શ્રદ્ધાળુઓની લાંબી લાંબી લાઇન જોવા મળી. કડકડતી ઠંડી, ધુમ્મસ અને શીતલહેર વચ્ચે લોકો મંદિર બહાર લાઇનમાં ઊભા રહેલા નજરે પડ્યા. શ્રદ્ધાળુ 'જય શ્રીરામ'ના નારા લગાવતા નજરે પડ્યા. જિલ્લા પ્રશાસન મુજબ, મંદિરમાં બુધવારે 2.5 લાખથી વધુ લોકોએ રામલલાના દર્શન કર્યા. અધિકારીઓએ જણાવ્યું કે, મંદિરના માર્ગો પર લોકોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથન નિર્દેશ પર શ્રદ્ધાળુઓની અનુકૂળતા માટે પ્રશાસન અને પોલીસની ટીમ પૂરી રીતે તૈનાત રહી.

બુધવારે સવારે મંદિરના કપાટ ખૂલ્યા બાદ રામલલાના દર્શનનો સિલસિલો શરૂ થયો. જિલ્લાધિકારી નીતિશકુમારે જણાવ્યું કે, સોમવારે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ સામાન્ય લોકો માટે મંગળવારે ખોલવામાં આવેલા મંદિરમાં પહેલા દિવસે 5 લાખ લોકોએ દર્શન કર્યા. તો બુધવારે પણ સવારથી શ્રદ્ધાળુને સુગમ દર્શન કરાવવા માટે પ્રશાસન આગળ લાગ્યું રહ્યું. તેણે જણાવ્યું કે, બુધવારે 2.5 લાખ કરતા વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા. જિલ્લાધિકારીએ જણાવ્યું કે શ્રદ્ધાળુઓની મોટી સંખ્યાના કારણે હાલમાં મંદિર સવારે 6:00 વાગ્યાથી રાત્રે 10:00 વાગ્યા સુધી ખોલી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp