રામ બધાના છે, આ દેશ પણ.., RSS નેતા ઈન્દ્રેશ કુમારના નિવેદન પર બોલ્યા રામદેવ
લોકસભાની ચૂંટણીમાં ખરાબ પ્રદર્શનને લઈને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના નેતા ઈન્દ્રેશ કુમારના નિવેદન પર હોબાળો મચી ગયો છે. RSSએ પોતાને આ નિવેદનથી સાઇડ પર કરી લીધું છે. હવે યોગગુરુ બાબા રામદેવે પણ તેના પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ભગવાન રામ બધાના છે અને દેશ પણ બધાનો છે. દેશમાં વિભાજનનું બીજ વાવવું રાષ્ટ્રની એકતા માટે સારું નથી. રામદેવે શુક્રવારે હરિદ્વારમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, રાજનીતિમાં નિવેદનબાજી થતી રહે છે. ભગવાન રામ બધાના છે. આ રાષ્ટ્ર પણ બધાનું છે. આપણે બધા એક બીજા સાથે જોડાયેલા છીએ.
તેમણે વધુમાં કહ્યું કે, જાતિ સંપ્રદાય અને વિચારધારાઓના આધાર પર વિભાજન ઉત્પન્ન કરવું, રાષ્ટ્રીય એકતા માટે સારું નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા રામદેવે કહ્યું કે, છેલ્લા એક દશકમાં પડકારો છતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સામાજિક, આર્થિક, રાજનીતિક અને સાંસ્કૃતિક રૂપે આગળ વધાર્યો છે. મારો દૃઢ વિશ્વાસ છે કે તેઓ દેશને આગળ લઈ જવાનું ચાલુ રાખશે.
ઈન્દ્રેશ કુમારે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, પાર્ટીએ પહેલા ભક્તિ કરી, ત્યારબાદ અહંકારી થઈ ગઈ. ભગવાન રામે તેને 241 પર રોકી દીધી, પરંતુ સૌથી મોટી પાર્ટી બનાવી દીધી. એક તરફ તેમનું એમ પણ કહેવું હતું કે જે લોકોને ભગવાન રામમાં આસ્થા નથી તેમને 234 પર રોકી દીધા એટલે કે INDIA ગઠબંધન. ઈન્દ્રેશ કુમારે કહ્યું કે, લોકતંત્રમાં રામરાજ્યનું વિધાન જુઓ. તેમણે રામની ભક્તિ તો કરી, પરંતુ ધીરે ધીરે અહંકારી થઈ ગયા. સૌથી મોટી પાર્ટી પણ બની, પરંતુ જે વોટ મળવા જોઈતા હતા, તેમને અહંકારના કારણે ભગવાન રામને રોકી દીધા. જે લોકોએ રામનો વિરોધ કર્યો તેમને સત્તા ન મળી શકી. બધા મળીને નંબર-2 પર રહી ગયા.
RSSએ શુક્રવારે ભાજપ સાથે પોતાના મતભેદના સમાચારોનું ખંડન કરી દીધું અને તેને ભ્રમ ઉત્પન્ન કરવાના પ્રયાસનો કરાર આપ્યો. સંઘના પદાધિકારીઓએ આ વાતને પણ માનવાનો ઇનકાર કરી દીધો કે, લોકસભાની ચૂંટણી પરિણામોને લઈને સરસંઘચાલક મોહન ભાગવતની નિંદાત્મક ટિપ્પણીઓ સત્તાધારી પાર્ટીને નિશાનો બનાવીને કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, RSS અને ભાજપ સહિત તેમના સહયોગી સંગઠનોની 3 દિવસીય વાર્ષિક સમાન્વય બેઠક કેરળના પલક્કડ જિલ્લામાં 31 ઓગસ્ટથી શરૂ થશે. બેઠકમાં ભાજપ અધ્યક્ષ સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સામેલ થાય તેવી સંભાવના છે. RSSના પદાધિકારીઓએ કહ્યું કે, RSS અને ભાજપ વચ્ચે કોઈ દરાર નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp