અયોધ્યામાં 17મીએ રામલલ્લા નગરયાત્રાએ નિકળશે, પણ ભગવાનની આંખ જોવા નહીં મળે
અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના ભવ્ય કાર્યક્રમની તડામાર તૈયારી ચાલી રહી છે.પરંતુ એ પહેલા પણ એક મહત્ત્વનો કાર્યક્રમ યોજાવાનો છે. 17 જાન્યુઆરી 2024ના દિવસે અયોધ્યામાં રામલલ્લાની નગરયાત્રા નિકળશે અને ભગવાન આખા નગરમાં ફરશે. પરંતુ રામલલ્લાની પ્રતિમા પર આંખની પટ્ટી બાંધેલી હશે એટલે તમને ભગવાનની આંખ જોવા નહીં મળે. હવે લોકોના મનમાં સવાલ છે કે ભગવાનની આંખ પર પટ્ટી કેમ બાંધવામાં આવશે? તો તેનું કારણ એવું છે કે સનાતન માન્યતાઓ મુજબ કોઇ પણ ભક્ત જ્યારે પોતાના ઇષ્ટદેવના દર્શન કરે છે તો સૌથી પહેલાં ભગવાનની આંખો જુએ છે.
ભગવાનની પ્રતિમામાં આંખોનું ખાસ મહત્ત્વ છે એટેલ પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં ભગવાનની આંખો ખોલવામાં આવતી નથી. ભગવાનની આંખો જોવાથી એક દિવ્ય આનંદની અનુભુતિ થાય છે, પરંતુ તમારે ભગવાનની આંખો જોવા માટે પ્રાણ પ્રતિષ્ઠા સુધી રાહ જોવી પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp