રાંચીથી રાયપુર, કોલક્ત્તા તેમજ ભુવનેશ્વર માટે વિમાન સેવાનો પ્રારંભ

PC: imore.com

ઝારખંડના મુખ્યમંત્રી રઘુવર દાસે શુક્રવારે બિરસા મુંડા એરપોર્ટથી કનેક્ટિંગ એર ઇંડિયા અંતર્ગત એલાયન્સ એર ઇન્ડિયાની ત્રણ વિમાન સેવાઓ નો શુભારંભ કર્યો. જે અંતર્ગત રાંચીથી રાયપુર કલકત્તા તેમજ ભુવનેશ્વર માટે વિમાનસેવા શરૂ કરવામાં આવી છે. રાંચી થી રાયપુરની પહેલી ઉડાનમાં શુક્રવારે ચાલીસ મુસાફરોએ ઉડાન ભરી આ અવસરે એવિએશન મીનીસ્ટર જયંત સિન્હાએ જણાવ્યુ કે શુક્રવારથી રાંચીથી ત્રણ નવા શહેર વિમાન સેવા સાથે જોડાયા જે ઝારખંડ માટે મોટી ઉપલબ્ધી છે.

તેમણે જણાવ્યુ કે આ ઉડાનોનું ભાડુ લગભગ ટ્રેન ભાડાની આસપાસ છે. સિન્હાના જણાવ્યા અનુસાર રાયપુર અને કલકત્તાનું ભાડુ ભાડુ ફક્ત રૂ.1999 છે. જ્યારે ભુવનેશ્વરનું ભાડુ રૂ.1666 છે. તેમના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારના ચાર વર્ષના કાર્યકાળમાં 2014ના છ લાખ યાત્રિઓની સંખ્યાના મુકાબલે વિમાન યાત્રિઓની કુલ સંખ્યા લગભગ 27 લાખ સુધી પહોચી છે. વર્ષ 2014ની કુલ 11 વિમાન સેવાઓની સરખામણીએ 2018માં વિમાન સેવાઓની સંખ્યા વધીને 27 થવા પામી છે. એક સવાલના જવાબમાં તેમણે જણાવ્યુ કે, દેવગઢનો એરપોર્ટ પણ બે થી ત્રણ વર્ષોમાં બનીને તૈયાર થઇ જશે.

આવનાર આઠ મહિનાની અંદર બોકારોથી કલકત્તા માટે પણ વિમાન સેવાનો પ્રારંભ કરવામાં આવશે. સિન્હાએ વધુમાં જણાવ્યુ કે, આ પ્રકારે ઝારખંડ સરકાર તેમજ ભારતીય વિમાન પ્રાધિકરણ વચ્ચે સંયુક્ત ઉપક્રમ અંતર્ગત હજારીબાગ, ડાલ્ટનગંજ, ધનબાદ, બોકારો તેમજ દુમકામાં પણ એરપોર્ટના નિર્માણ તથા ત્યાંથી વિમાન સેવાઓ પ્રાંરંભ કરવા માટે વાતચીત કરવામાં આવી રહી છે. કાર્યક્રમમાં હાજર રાજ્યના શહેરી વિકાસ મંત્રી સીપી સિંહના જણાવ્યા અનુસાર સેનાની સાથે બિરસા મુંડા એરપોર્ટ નજીકની 24 એકર જમીન લેવા અંગે વાતચીત કરવામાં આવી રહી છે. જેના કારણે અહિં હોટલ કાર્યાલય તથા પાર્કિંગ સ્થળ બનાવવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp