રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ક્યારે અનામતનો વિરોધ કર્યો નથી: મોહન ભાગવત

PC: instagram.com/drmohanbhagwat

અનામતને લઈને ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે એવા સમયે મોહન ભાગવતે એક મહત્ત્વની ટિપ્પણી કરી છે. RSSના વડા ભાગવતે ગયા વર્ષે નાગપુરમાં કહ્યું હતું કે જ્યાં સુધી સમાજમાં ભેદભાવ છે ત્યાં સુધી અનામત આપવમાં આવે. તેમણે તેલગાંણામાં રવિવારે આયોજિત એક કાર્યક્રમમા કહ્યુ હતું કે, કેટલાંક લોકો RSSથી વિપરીત વિચારધારાના ખોટા ખોટા વીડિયો વાયરલ કરી રહ્યા છે.

આ દિવસોમાં દેશભરમાં લોકસભા ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. દરમિયાન ફરી એકવાર અનામતનો મુદ્દો ગરમાવા લાગ્યો છે. કેટલાક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે ભાજપના આગમન સાથે અનામત નાબૂદ થશે. હૈદરાબાદ, તેલંગાણામાં એક શૈક્ષણિક સંસ્થામાં કાર્યક્રમને સંબોધિત કરતી વખતે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે કહ્યું કે RSS શરૂઆતથી જ બંધારણ મુજબ તમામ આરક્ષણોનું સમર્થન કરે છે. પરંતુ કેટલાક લોકો ખોટા વીડિયો સર્ક્યુલેટ કરી રહ્યા છે.

મોહન ભાગવતે કહ્યું કે સંઘનું માનવું છે કે જ્યાં સુધી તેની જરૂર છે ત્યાં સુધી તે અનામત મળવું જોઇએ. સંઘ પરિવારે અમુક જૂથોને આપવામાં આવતી અનામતનો ક્યારેય વિરોધ કર્યો નથી. અનામતને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલા શાબ્દિક યુદ્ધ બાદ ભાગવતે આ વાતનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે કહ્યું કે કેટલાક લોકો સંગઠનના વિપરિત વિચારધારા વાળા ખોટા વીડિયોને વાયરલ કરવામાં આવી રહ્યો છે.

RSS વડા ભાગવતે ગયા વર્ષે નાગપુરમાં કહ્યું હતું કે જ્યાં સુધી સમાજમાં ભેદભાવ રહેશે. ત્યાં સુધી આરક્ષણ ચાલુ રાખવું જોઈએ તેમ કહ્યું હતું કે સમાજમાં ભેદભાવ જોવા મળે છે, ભલે તે દેખાતો ન હોય. શું છે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે અનામતનો વિવાદ? મધ્યપ્રદેશમાં એક રેલીમાં પીએમ મોદીએ કોંગ્રેસને OBC સમુદાયની સૌથી મોટી દુશ્મન'ગણાવી હતી.

આ દરમિયાન તેમણે કહ્યું કે કોંગ્રેસે ફરી એકવાર કર્ણાટકમાં તમામ મુસ્લિમ જાતિઓને OBCની સાથે પાછલા બારણે ધાર્મિક આધાર પર અનામત આપ્યું છે. આ પગલાથી OBCને અનામતના નોંધપાત્ર હિસ્સામાંથી બાકાત રાખવામાં આવ્યા છે.

RSS ભાજપનું વૈચારિક માર્ગદર્શક છે. 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં અનુક્રમે 282 અને 303 બેઠકો જીત્યા બાદ, ભાજપ આ ચૂંટણીમાં સતત ત્રીજી વખત બહુમતી મેળવવાનું લક્ષ્ય રાખ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp