26/11 મુંબઈ હુમલાની 13મી વરસી પર રતન ટાટાએ શેર કરી પોસ્ટ, બોલ્યા- એ દુઃખ...

PC: livemint.com

મુંબઈમાં થયેલા 26/11 આતંકવાદી હુમલાને આજે 13 વર્ષ થઇ ચૂક્યા છે. ઉદ્યોગપતિ રતન ટાટાએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે કહ્યું કે, હુમલાની યાદો આપણી તાકતનો સ્ત્રોત બનવી જોઇએ. રતન ટાટાએ મુંબઈના તાજમહલ પેલેસની એક તસવીર શેર કરી છે સાથે જ લખ્યું કે, 13 વર્ષ પહેલા જે ઘાત લાગ્યો હતો તેની ભરપાઇ ક્યારેય કરી શકાશે નહીં.

રતન ટાટાએ એક ભાવુક કરનારા કેપ્શનમાં લખ્યું અને મુંબઈમાં 26/11ના આતંકવાદી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી. રતન ટાટાએ લખ્યું, આજથી 13 વર્ષ પહેલા આપણે જે ઈજા પહોંચી હતી, તેની ભરપાઇ ક્યારેય થઇ શકશે નહીં. જોકે આપણે તે હુમલાની યાદો જાળવી રાખવી જોઇએ, જે આપણને તોડવા માટે હતી. આપણી તાકાતનો સ્ત્રોત બને છે કારણ કે આપણે તે લોકોનું સન્માન કરીએ છીએ જેમણે આપણે ગુમાવ્યા છે.

26 નવેમ્બર 2008ના રોજ મુંબઈમાં 4 દિવસો સુધી ભયાનક આતંકવાદી હુમલા થયા. 166 લોકો મરાયા અને 300થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા. પાકિસ્તાનના 10 આતંકવાદીઓએ ઓબેરોય-ટ્રાઈડેંટ હોટલ, તાજમહલ પેલેસ અને ટાવર હોટલ, એક યહૂદી સાંસ્કૃતિક કેન્દ્ર- નરીમન પોઇન્ટ પર ચબાડ હાઉસ, લિયોપોલ્ડ કેફે અને છત્રપતિ શિવાજી ટર્મિનસ રેલવે સ્ટેશન સહિત પાંચ પ્રમુખ સ્થાનો પર એક સાથે હુમલો કરતા લગભગ આખા શહેર પર હુમલો કર્યો હતો.

 
 
 
View this post on Instagram

A post shared by Ratan Tata (@ratantata)

10 આતંકવાદીઓમાંથી 9 હુમલા દરમિયાન ઠાર મરાયા. મોહમ્મદ અજમલ કસાબ એકમાત્ર આતંકવાહી હતો જેને જીવિત પકડવામાં આવ્યો હતો. તેને 21 નવેમ્બર 2012ના રોજ ફાંસી આપવામાં આવી હતી. જણાવીએ કે તાજમહલ હોટલનું નિર્માણ રતન ટાટાના દાદાના પિતા જમશેદજી ટાટાએ કરાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, 26/11 મુંબઈ હુમલાને આજે 13 વર્ષ પૂરા થયા છે. પણ આ આતંકી હુમલામાં મળેલા ઘા આજે પણ એટલા જ તાજા છે. દરિયાઇ માર્ગે મુંબઈમાં દાખલ થયેલા લશ્કર-એ-તૈયબાના 10 આતંકવાદીઓએ મુંબઈમાં દહેશત ફેલાવી હતી. પાકિસ્તાનથી તાલીમ લઈને આવેલા આ આતંકવાદીઓ ભારે શસ્ત્રોથી સજ્જ હતા. આ આતંકવાદીઓએ મુંબઈના જુદા જુદા વિસ્તારોમાં હુમલો કરતા 160થી વધુ લોકોના જીવ લીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp