શું રતન ટાટાએ રાશિદ ખાનને 10 કરોડ આપવાનું વચન આપ્યું? જાણો હકીકત

PC: twitter.com

દેશના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાએ સોમવારે તેમના નામથી થઇ રહેલા દાવાઓનું ખંડન કર્યું છે. ટાટાએ એક્સ પર લખ્યું કે, તેમણે ICC કે અન્ય કોઇ ક્રિકેટ ફેકલ્ટીને કોઇ સલાહ આપી નથી. મેં ICC કે કોઇ પણ ક્રિકેટ ફેકલ્ટીને કોઇપણ ખેલાડી પર દંડ કે ઈનામ આપવાના સંબંધમાં કોઈપણ રીતના સૂચનો આપ્યા નથી. ક્રિકેટ સાથે મારો દૂર દૂરનો કોઇ નાતો નથી. કૃપા કરીને આ રીતના વોટ્સ એપ ફોરવર્ડ અને વીડિયો પર ત્યાં સુધી વિશ્વાસ ન કરો જ્યાં સુધી તે મારા ઓફિશ્યલ પ્લેટફોર્મથી શેર કરવામાં ન આવ્યા હોય.

ફેક ન્યૂઝ રિપોર્ટ વાયરલ થઇ હતી

એક ફેક ન્યૂઝ રિપોર્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. જેમાં કહેવામાં આવ્યું બતું કે ટાટાએ ક્રિકેટર રાશિદ ખાનને 10 કરોડ રૂપિયા આપવાનો વાયદો કર્યો છે. જ્યારે આ વાત સોશિયલ મીડિયા પર વાયરલ થઇ તો રતન ટાટાએ પોતે એક્સ પર લખની આ વાતનું ખંડન કર્યું છે.

રાશિદ ખાન અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમનો ખેલાડી છે. વર્લ્ડ કપ 2023માં હાલમાં જ અફઘાનિસ્તાને પાકિસ્તાન સામે જોરદાર જીત નોંધાવી હતી. આ જીત પછી ટીમના પ્રમુખ સ્પિનર રાશિદ ખાને ખભા પર અફઘાનિસ્તાનનો ધ્વજ રાખીને ઊજવણી કરી હતી. સોશિયલ મીડિયા પર એવી અફવા છે કે પાકિસ્તાન પર જીતના જશ્નમાં રાશિદ ખાને ભારતીય ધ્વજની સાથે ઉજવણી કરી હતી. જેના પર ICCએ તેના પર 55 લાખનો દંડ ફટકાર્યો.

રાશીદ ખાન માટે 10 કરોડ રૂપિયા આપવાની ખબર સંપૂર્ણ રીતે ફેક છે. આ ખબરને રતન ટાટાએ ફેક ગણાવી છે. 23 ઓક્ટોબરના રોજ અફઘાનિસ્તાને પાકિસ્તાનને 8 વિકેટથી હરાવ્યું અને ખેલાડીઓએ મેદાન પર ઊજવણી કરી હતી. ત્યાર પછી એવી ખબર વાયરલ થઇ કે રાશિદ ખાને આ ઉજવણી દરમિયાન ભારતીય ધ્વજ ફરકાવ્યો અને આ કારણે તેના પર 55 લાખ રૂપિયાનો દંડ લગાવાયો.

જોકે, આ વાતની કોઇ પુષ્ટિ થઇ નથી. એક એક્સ યૂઝરે એક પોસ્ટમાં કહ્યું હતું કે, ભારતીય ધ્વજની સાથે જીતની ઉજવણી દરમિયાન પાકિસ્તાને ICCને ફરિયાદ કરી અને ICC રાશિદ ખાન પર 55 લાખનો દંડ ફટકાર્યો. પણ રતન ટાટાએ રાશીદ ખાનને 10 કરોડ આપવાની જાહેરાત કરી છે. તો અન્ય એક યૂઝરે રતન ટાટાને શુભેચ્છા આપતા દાવો કર્યો કે ભારતીય ઉદ્યોગપતિએ રાશિદ ખાનને નાણાકીય સહાય કરી છે. આ બધી વાતોનું ભારતીય ઉદ્યોગપતિ રતન ટાટાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ અને ઈન્સ્ટાગ્રામ પર ખંડન કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp