રાઉત અડધી રાત્રે નડ્ડાને મળ્યા-ઉદ્ધવ DyCM ફડણવીસને, પક્ષ બદલવાની યોજનાનો દાવો
મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને શિવસેના (UBT)ના નેતાઓ વચ્ચે બેઠક થવાની અટકળો છે. વંચિત બહુજન આઘાડીએ દાવો કર્યો છે કે, DyCM દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે બેઠક થઈ છે. પાર્ટીએ એવો પણ દાવો કર્યો છે કે, રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે દિલ્હીમાં BJP ચીફ જગત પ્રકાશ નડ્ડા સાથે પણ મુલાકાત કરી હતી. જો કે બંને પક્ષોએ આ અંગે સત્તાવાર રીતે કંઈ જાહેર કર્યું નથી.
VBAના મુખ્ય પ્રવક્તા સિદ્ધાર્થ મોકલે દ્વારા એક વીડિયો સંદેશ બહાર પાડવામાં આવ્યો છે. મોકલેનો દાવો છે કે, 'સંજય રાઉત 25 જુલાઈના રોજ '7 D મોતીલાલ માર્ગ' પર 'રાત્રે 2 વાગ્યે' JP નડ્ડાને મળ્યા હતા.' તેમણે કહ્યું, 'આ પછી, 5 ઓગસ્ટની મધ્યરાત્રિએ 12 વાગ્યે, મહારાષ્ટ્રના DyCM દેવેન્દ્ર ફડણવીસ માતોશ્રી બંગલે ગયા હતા. તેઓ એકલા જ ગયા હતા. બંને વચ્ચે 2 કલાક સુધી મુલાકાત ચાલી હતી.'
તેમણે કહ્યું, 'આ પછી 6 ઓગસ્ટે ઠાકરે દિલ્હી ગયા હતા.' મોકલેનું કહેવું છે કે, ઠાકરેએ સ્પષ્ટ કરવું જોઈએ કે, તેમની દિલ્હી મુલાકાત દરમિયાન તેમની સાથે કોણ હતું અને તેઓ કોને મળ્યા હતા. VBAના પ્રવક્તા કહે છે, 'અમે જે માહિતી મેળવી છે તે લોકો સમક્ષ મૂકી રહ્યા છીએ. તેની પાછળનું કારણ એ છે કે, રાજ્યના અનામતવાદી મતદારો જાણે છે કે BJP અને તેના સાથી પક્ષો અનામતની વિરુદ્ધ છે, પરંતુ આ અનામતવાદી મતદારોએ શિવસેનાના ઉમેદવારો અને ઉદ્ધવ ઠાકરેને મત આપ્યો છે.'
તેમણે કહ્યું કે, છેલ્લા 5 વર્ષની રાજકીય ગતિવિધિઓને જોતા, જો કાલે કદાચ રાજ્યમાં કોઈ પ્રતિકૂળ ઘટના બને, તો અમે આ માહિતી એટલા માટે શેર કરીએ છીએ કે જેથી અનામત મતદારો પોતે છેતરાયા છે તેવો અનુભવ ન કરે.
ખાસ વાત એ છે કે, VBA દ્વારા આ દાવો એવા સમયે કરવામાં આવ્યો છે, જ્યારે રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. શિવસેના-BJP અને NCP એટલે કે DyCM અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી દાવો કરી રહી છે કે, સીટ વહેંચણીની ફોર્મ્યુલા ટૂંક સમયમાં નક્કી કરવામાં આવશે. અગાઉ એવા અહેવાલો હતા કે VBA વિપક્ષી ગઠબંધનમાં જોડાઈ શકે છે, પરંતુ આવું બન્યું ન હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp