આ ગામની અંદર રાવણ દહન થતું નથી, બાળકોને લંકેશની સ્ટોરી સંભળાવે છે
આખા દેશમાં આજે દશેરાની ધામધૂમપૂર્વક ઉજવણી થઇ રહી છે અને રાવણ દહનના કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવેલા છે. પરંતુ તમને જાણીને નવાઇ લાગશે કે આપણા દેશમાં એક ગામ એવું છે જ્યા લોકો રાવણ દહનનો કાર્યક્રમ આયોજિત કરતા નથી. અહીંના લોકો એકબીજાને રામ-રામ પણ કહેતા નથી, અહીંના લોકો રાવણ વિશે ઘસાતું સાંભળી શકતા નથી. દાદી-નાની પણ તેમના બાળકોને રામની સ્ટોરી નહીં પણ રાવણની સ્ટોરી સંભળાવે છે.
હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં આવેલા બૈજનાથ ગામમાં ઘરે ઘરે રાવણની જ સ્તુતિ થાય છે. અહીં ભગવાન શિવનું મંદિર બૈજનાથ પણ આવેલું છે. જો તમે ભૂલથી રાવણ બોલો તો ગામના લોકો ગુસ્સે થઇ જાય અને કહે, રાવણ નહીં રાવણજી બોલો. જો ટીવી જોતા જોતા રાવણને લગતા કોઇ ન્યૂઝ આવે તો ગામના લોકો ટીવી પણ બંધ કરી દે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp