કોઈપણ રિસર્ચ વગર RBIએ લગાવ્યો બીટકોઇન જેવી વર્ચ્યુઅલ કરન્સી પર પ્રતિબંધ

PC: media.larepublica.pe

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બેંકો અને બીજી રેગયુલેટેડ એજન્સીઓને બીટકોઈન જેવી વર્ચ્યુઅલ કરન્સીમાં ડીલ કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. તેના માટે પબ્લિક કનસલ્ટેશન અથવા ઈન્ડીપેનડન્ટ રિસર્ચને આધાર બનાવવામાં આવ્યો નથી.

RBIએ રાઈટ ટુ ઈન્ફોર્મેશન એક્ટ દ્વારા પૂછવામાં આવેલા સવાલના જવાબમાં આ જાણકારી મળી છે. એક સ્ટાર્ટઅપ કન્સલ્ટન્ટ વરુણ સેઠીએ 9 એપ્રિલના દાખલ કરેલી RTI આવેદનના જવાબમાં RBIએ કહ્યું હતું કે, તેમની પાસે વર્ચ્યુઅલ કરન્સીને લઈને કોઈ આંતરિક કમીટી પણ નથી. પરંતુ રિઝર્વ બેંકે 2 અલગ અલગ સમિતિઓ સાથે જોડાઈ રહ્યું છે, જેને દેશમાં વર્ચ્યુઅલ કરન્સીની સ્ટડી માટે નાણામંત્રી મંત્રાલયે બનાવી હતી.

RTIના આવેદનમાં પૂછવામાં આવ્યું હતું કે શું વર્ચ્યુઅલ કરન્સીને સમજવા માટે રેગ્યુલેટરે કોઈ સમિતી બનાવી હતી, તેના જવાબમાં ના પાડી હતી. મીડિયાના રિપોર્ટ્સ પ્રમાણે, રિઝર્વ બેંકે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે તેણે એપ્રિલમાં વર્ચ્યુઅલ કરન્સી પર પ્રતિબંધ મૂકવા માટે કોઈ રિસર્ચ અથવા કન્સલ્ટેશન કર્યું ન હતું.

તેણે એ પણ કહ્યું હતું કે, બ્લોકચેનના કોનસેપ્ટની તપાસ માટે કોઈ સમિતી બનાવવામાં આવી ન હતી. જણાવી દઈએ કે આ વર્ષની 15 એપ્રિલના RBIએ એક નોટિસ દ્વારા બેંક, ઈ-વોલેટ અને પેમેન્ટ ગેટવે પ્રોવાઈડર્સના વર્ચ્યુઅલ કરન્સીમાં ડીલ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમાં ભારતમાં કામ કરનારા ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જો અને વર્ચ્યુઅલ કરન્સીમાં ડીલ કરનારા બિઝનેસ માટે સપોર્ટ ખતમ થઈ ગયો હતો.

તેના પછી બેંકોએ આ એક્સચેન્જો અને ટ્રેડર્સ પર તેમના ખાતામાં વર્ચ્યુઅલ કરન્સીમાં ટ્રેડિંગ રોકવા માટે દબાણ કર્યું હતું. એક્સચેન્જોએ RBI વિરુદ્ધ સુપ્રીમમાં અરજી પણ કરી હતી, જેની પર 20 જુલાઈના રોજ સુનાવણી થવાની છે. અરજીમાં લખવામાં આવ્યું છે કે સ્ટેકહોલ્ડર્સ સાથે વાતચીત કર્યા વગર અને કોઈ આધાર વગર વર્ચ્યુઅલ કરન્સી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp