RBIના ખજાના પરથી હટી નથી કેન્દ્ર સરકારની નજર! લાવી શકે છે નવા નિયમ

PC: asianage.com

નરેન્દ્ર મોદી સરકારના મોટા અધિકારીઓ ભલે તે દાવો કરી રહ્યા હોય કે કેન્દ્ર સરકારને રિઝર્વ બેંકના પૈસા જોઈતા નથી પરંતુ રિઝર્વ બેંકના તગડા સરપ્લસથી કેન્દ્રની નજર હટી નથી. મળી રહેલ લેટેસ્ટ માહિતી અનુસાર કેન્દ્ર સરકાર રિઝર્વ બેંકને કહેવા જઈ રહી છે કે, તેઓ મુદ્રા ભંડારની સીમા નક્કી કરે. એટલે રિઝર્વ બેંક એક નિયમ બનાવીને રકમની તે માત્રા નક્કી કરે જે તે પોતાના પાસે રાખી શકે છે.

એવું માનવામા આવી રહ્યું છે કે, એક વખત આ સીમા નક્કી થઈ ગયા બાદ કેન્દ્ર સરકાર બચેલી રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરવા માટે રિઝર્વ બેંકને કહી શકે છે. ઈન્ડિયા ટૂડેના વરિષ્ઠ સૂત્રોએ જણાવ્યું છે કે, સરકાર રિઝર્વ બેંકના બોર્ડમાં રહેલા પોતાના પ્રતિનિધિઓ દ્વારા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા રાખવામા આવતી સરપ્લસની સીમા નક્કી કરવા ઈચ્છે છે. 

રિઝર્વ બેંકના ખજાના પર કેન્દ્રની નજર

જણાવી દઈએ કે, હાલમાં રિઝર્વ બેંકનું વર્તમાન મુદ્રા રિઝર્વ 9.63 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. પાછલા સપ્તાહ જ્યારે આ રિપોર્ટ આવ્યો હતો કે કેન્દ્ર સરકારે આરબીઆઈને તેમની આરક્ષિત નિધિથી 3.6 લાખ કરોડ રૂપિયા સરકારને ટ્રાન્શફર કરવાનું કહ્યું છે તો આના પર રાજનીતિથી લઈને આર્થિક જગતમાં ખલબલી મચી ગઈ હતી. માનવામા આવી રહ્યું છે કે, સરકારના નિર્દેશથી રિઝર્વ બેંક અને મોદી સરકાર વચ્ચે તણાવની સ્થિતિ પેદા થઈ ગઈ.

જોકે, મામલો બગડતો જોઈને નાણામંત્રાલયે ડેમેજ કંટ્રોલ કરવાનું શરૂ કર્યું. શુક્રવારે આર્થિક મામલાઓના સચિવ શુભાષ ચંદ્ર ગર્ગે આ સમાચાર ફગાવતા આને ખોટી માહિતી પર આધારિત એક અફવા ગણાવ્યા હતા. તેમને કહ્યું કે, આવો કોઈ પ્રસ્તા નથી અને દેશનો રાજકોષીય ખાધ ટાર્ગેટને અનુરૂપ છે.

19 નવેમ્બરે RBIની બોર્ડની બેઠક

જણાવી દઈએ કે, આગામી 19 નવેમ્બરે રિઝર્વ બેંકની બોર્ડની બેઠક થવાની છે. આ બેઠકમા આ મામલા પર ચર્ચા સંભવ છે. જણાવી દઈએ કે, આરબીઆઈમાં કેન્દ્ર સરકારના પ્રતિનિધિ બહુમતમાં છે. રિઝર્વ બેંકના સરપ્લસ રકમ પર એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, હાલમાં રિઝર્વ બેંક જે સરપ્લસ પર કંટ્રોલ છે તે સરકારી નિયમોથી ઘણો વધારે છે. દુનિયાભરમાં સ્થાપિત માન્યતા છે કે જીડીપીના 14 ટકા કેન્દ્રીય બેંકરમાં રિઝર્વના રૂપમાં રકમ રાખવામા આવે, આરબીઆઈ પાસે હાલમાં 27 ટકા છે, અને આ કોઈ નિર્ણય કે આદેશ હેઠળ કરવામા આવ્યું નથી, આ બધી રીતે પોતાના મનથી લેવામા આવેલો નિર્ણય છે. એક નિયમ તો હોવો જોઈએ કે આરબીઆઈ કેટલા પૈસા રાખી શકે છે.

આરબીઆઈના સૂત્રોએ આ તથ્યની પુષ્ટી કરી છે કે, હાલમાં જ સરકાર અને આરબીઆઈ વચ્ચે થયેલ સંવાદમાં સરપ્લ રિઝર્વ સીમા નક્કી કરવાનો મુદ્દો સામે આવ્યો છે.

આરબીઆઈ અને બેન્કિંગ સેક્ટર એક્સપર્ટનું માનવું છે કે, રિઝર્વ સરપ્લસની સીમા નક્કી કરવાનો સરકારનો એક ચતુરાઇભર્યો નિર્ણય છે, જેથી એક આધાર બનાવવામા આવે અને ભવિષ્યમાં રિઝર્વ બેંકને ફંડ ટ્રાન્સફર કરવા માટે કહેવામા આવી શકે.

ચિદમ્બરમે સરકાર પર કર્યો હુમલો


સરકાર અને રિઝર્વ બેંક વચ્ચે તણાવ વચ્ચે પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે મોદી સરકાર પર હુમલો કર્યો છે. ચિદમ્બરે ટ્વિટ કર્યુ, "19 નવેમ્બર 2018ના દિવસે આરબીઆઈની આગામી બોર્ડમાં મીટિંગને લઈને હું આશંકિત છૂ અને મારૂ તે કર્તવ્ય બને છે કે, દેશના લોકોને ચેતવણી આપું અને તેમને જણાવું કે બીજેપી સરકારની ખોટી નીતિઓ કેટલી ખતરનાક થઈ શકે છે."

ચિદમ્બરમે કહ્યું કે, સરકારનો તાત્કાલિત ટાર્ગેટ છે કે, તેઓ પોતાના નાણાકીય નુકશાનને પૂરો કરવા માટે રિઝર્વ બેંકના ફંડમાંથી ઓછામાં ઓછા એક લાખ કરોડ રૂપિયા લેવામા આવે અને તેને ચૂંટણી વર્ષમાં ખર્ચ કરવામા આવે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp