સામે આવી ગયું સ્મૃતિ ઈરાનીની હાર પાછળનું કારણ, માની હોત સ્થાનિક નેતાઓની વાત તો..

PC: theweek.in

અમેઠીના ચૂંટણી રણમાં કેન્દ્રીય મંત્રી અને ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીની હાર પાછળનું સૌથી મોટું કારણ આખાબોલો સ્વભાવ અને પોતાના આંતરિક કલેશ રહ્યો. અમેઠીની પાંચેય વિધાનસભા ક્ષેત્રોના બધા નેતાઓ સાથે ચૂંટણીમાં જીતના સમીકરણ બગાડનારા સાબિત થયા. નેતાઓની ભીડમાં ભાજપના સામાન્ય કાર્યકર્તા દૂર થતા ગયા અને તેઓ ચૂપ થઈને ઘરોમાં બેસી ગયા. પાર્ટીના મોટા નેતા સ્મૃતિ ઈરાનીને જીત અપાવવાથી વધારે એક-બીજાને નીચું દેખાડવામાં લાગ્યા રહ્યા.

તો સ્મૃતિ અને તેમની ટીમ અમેઠીમાં જાતિગત સમીકરણ સાધવામાં પણ નિષ્ફળ રહ્યા. અમેઠી લોકસભા ક્ષેત્ર 3 જિલ્લા અમેઠી, રાયબરેલી અને સુલ્તાનપુરમાં ફેલાયેલું છે. જેમાં ગૌરીગંજ, અમેઠી, જગદીશપુર, તિલોઇ અને સલોન સહિત કુલ 5 વિધાનસભા ક્ષેત્ર આવે છે, જેમાં તિલોઇ, સુલોન અને જગદીશપુરમાં ભાજપના ધારાસભ્ય છે. ગૌરીગંજ અને અમેઠીમાં સપાથી જીતેલા બંને ધારાસભ્ય પણ અમેઠીમાં સ્મૃતિના પક્ષમાં પોતાના પરિવાર સાથે પ્રચારમાં લાગ્યા હતા, જેના કારણે પાર્ટીમાં ખૂબ મતભેદ થઈ ગયા.

પાર્ટીના ઘણા મોટા નેતા ભારે આંતરિક કલેશમાં લાગતા રહ્યા. પોતાના આંતરિક કલેશના કારણે સામાન્ય કાર્યકર્તા પણ પોતાના ગામ અને બૂથ પર ભાજપ સાથે મજબૂતીથી ઊભા ન રહ્યા. જેની કિંમત સ્મૃતિ ઇરાનીને હારના રૂપમાં અમેઠીમાં ચૂકવવી પડી. તો ચૂંટણી સભાઓમાં સ્મૃતિનો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને તેમના બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા પર સીધો હુમલો પણ અમેઠીના લોકોને પસંદ ન આવ્યો. ઉમેદવાર નન્હે સિંહ ચૌહાણ આખા ચૂંટણી પ્રચાર દરમિયાન પોતાની ઓળખ બનાવવામાં લાગ્યા. અમેઠીથી તેમની ચૂંટણી દરમિયાન કોઈ સારું જોડાણ ન બની શક્યું, જેના કારણે તેમને જનતાનો સાથ ન મળી શક્યો. 

આ વખત અમેઠીમાં થયેલી ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીને ગત ચૂંટણીની તુલનામાં 12 ટકા ઓછા મત મળ્યા. તો કોંગ્રેસે ગત ચૂંટણીની તુલનામાં પોતાના વોટ 11.11 ટકા સુધી વધારી લીધા. અમેઠીમાં અત્યાર સુધી સ્મૃતિની સફર ઉતાર ચઢાવવાળી રહી છે.  2014ની સામાન્ય ચૂંટણીમાં સ્મૃતિ ઈરાનીને પહેલી વખત અમેઠીથી ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. ત્યારે તેમને 3 લાખ 748 વોટ મળ્યા હતા તો તેમના પ્રતિદ્વંદ્વી રાહુલ ગાંધીને 4,08,651 વોટ મળ્યા હતા. તો 2019માં તેમને 4,68,514 વોટ મળ્યા હતા અને રાહુલ ગાંધીને 4,13,394 વોટ મળ્યા હતા. 2019માં ઇરાનીને જીત મળી હતી. હવે 2024માં ફરી હાર મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp