કર્ણાટકથી કોંગ્રેસ માટે સારા સમાચાર

PC: telegraphindia.com

કર્ણાટકમાં બળવાખોર ધારાસભ્યોને મનાવી લેવા બાબતે કોંગ્રેસ સફળતા મેળવી રહી છે. અહેવાલ અનુસાર કોંગ્રેસના ધારાસભ્ય એમટીબી નાગરાજ રાજીનામું પરત લેવા સહમત થયા છે. શનિવારે સવારે કર્ણાટક સરકારના પ્રધાન ડી કે શિવકુમાર અને ડેપ્યુટી સીએમ જી. પરમેશ્વર નાગરાજને મળવા પહોંચ્યા હતા. નાગરાજને મળ્યા પછી ડીકે શિવકુમારએ દાવો કર્યો કે નાગરાજ રાજીનામું પરત લેવા માટે તૈયાર થયા છે.
ધારાસભ્ય નાગરાજે કહ્યું છે કે તેમણે પક્ષના નેતૃત્વથી ઉદાસ અને નાખુશ થઇને રાજીનામું આપી દીધું હતું , પરંતુ હવે ડીકે શિવકુમાર અને અન્ય નેતાઓ અમાપી પાસે આવ્યા છે, તેઓ ફરીથી તેમના નિર્ણય પર વિચારશે. નાગરાજે કહ્યું કે તે સુધાકર સાથે વાત કરશે.

ડીકે શિવકુમારને મળ્યા બાદ કૉંગ્રેસના ધારાસભ્ય એમટીબી નાગરાજે કહ્યું હતું કે, સ્થિતિ એવી થઇ ગઇ હતી કે અમારે રાજીનામું આપવું પડ્યું હતું કે, પરંતુ હવે ડી કે શિવકુમાર અને અન્ય નેતાઓ અમારી પાસે આવ્યા છે અને અમને રાજીનામું પરત લેવા વિનંતી કરી છે. , હું સુધાકર રાવ સાથે વાત કરીશ અને જોઇશું કે શું કરી શકાય છે, આખરે, અમે કોંગ્રેસમાં ઘણા દાયકાઓ ગાળ્યા છે. નાગરાજે કહ્યું કે તેમણે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સિદ્ધારામૈયા સાથે ફોન પર વાત કરી હતી. તેમણે કહ્યું કે તે ટૂંક સમયમાં જ તેના નિર્ણય વિશે જણાવશે

કૉંગ્રેસના બળવાખોર ધારાસભ્યોને મનાવી રહેલા ડીકે શિવકુમારે નાગરાજ સાથે મુલાકાત કરીને કહ્યું કે આપણે સાથે જ જીવવું છે અને સાથે જ મરવું છે કારણ રે આપણે 40 વર્ષ કોંગ્રેસ માટે કામ કર્યું છે. ડીકે શિવકુમારે જણાવ્યું હતું કે, દરેક પરિવારમાં આવી સ્થિતિ આવતી હોય છે, આપણે બધું ભૂલી જવું જોઈએ અને આગળ વધવું જોઈએ, અમે ખુશ છીએ કે એમટીબી નાગરાજે અમને ખાતરી આપી છે કે તેઓ અમારી સાથે રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp