અયોધ્યા રામ મંદિરમાં 20 પૂજારીઓની ભરતી, 3000 અરજી આવી

અયોધ્યામાં નિર્માણ પામી રહેલા ભવ્ય રામ મંદિર માટં રામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્રારા પૂજારીઓની નિમણૂંક માટે એક જાહેર ખબર આપવામાં આવી હતી. કુલ 20 પૂજારી લેવાના છે, તેમાં 3,000 અરજીઓ આવી હતી. જાણવા મળેલી વિગત મુજબ 3,000માંથી 200 અરજીઓ શોર્ટ લિસ્ટ કરવામાં આવશે અને તેમાંથી 20ના ઇન્ટરવ્યૂ લેવાશે.

આ ઇન્ટરવ્યૂ વિશ્વ હિંદુ પરિષદની કારસેવકપૂરમમાં આવેલી હેડઓફિસમાં લેવાશે. પસંદગી પામેલા પૂજારીઓને 6 મહિનાની તાલીમ અપાશે અને રહેવા-જમવા સાથે 2,000 રૂપિયા સ્ટાઇપન્ડ આપવામાં આવશે. 200માંથી જે પસંદ નહીં થશે તેમને પણ તાલીમ અપાશે અને પ્રમાણપત્ર આપવમાં આવશે.

ઇન્ટરવ્યૂ માટે 3 સભ્યોની પેનલ બનાવવામા આવી છે, જેમાં જયકાંત મિશ્રા, સત્યનારાયણ દાસ નંદિની શરણનો સમાવેશ થાય છે.  જે ઉમેદવારોને કર્મ કાંડ, શાસ્ત્રોના જ્ઞાન વિશે સવાલ પુછવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp