નમાઝીઓની સંખ્યા ઓછી કરો..કારણ, ગમે ત્યારે પડી શકે છે, કોર્ટ પહોંચ્યું કાશી મંદિર

PC: jagran.com

જ્ઞાનવાપી કેસ પર વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં વધુ એક અરજી દાખલ કરવામાં આવી છે. વકીલ વિષ્ણુ શંકર જૈનની અરજી પછી હવે કાશી વિશ્વનાથ ટ્રસ્ટ પણ વારાણસી જિલ્લા કોર્ટમાં પહોંચી ગયું છે. વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અરજી દાખલ કરીને, કાશી વિશ્વનાથ ટ્રસ્ટે વ્યાસ જી તહખાનાની ઉપર નમાઝીઓની વધુ ભીડને આવતી રોકવાની માંગ કરી છે. એટલું જ નહીં, ટ્રસ્ટે અદાલત વ્યાસ જીના ભોંયરામાં સમારકામ કરવાની મંજૂરીની પણ માંગણી કરી છે.

હકીકતમાં, કાશી વિશ્વનાથ ટ્રસ્ટ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, વ્યાસજી ભોંયરાની ઉપર મોટી સંખ્યામાં નમાઝીઓ એકઠા થવાના કારણે જર્જરિત ભોંયરાની છત ગમે ત્યારે પડી શકે છે. તેથી કોર્ટે આદેશ આપવો જોઈએ કે, જે તે વિસ્તારમાં જતા શ્રદ્ધાળુઓની સંખ્યા ઘટાડવી જોઈએ. આટલું જ નહીં, વ્યાસ ભોંયરામાં સમારકામ માટે પણ કોર્ટ પાસે પરવાનગી માંગવામાં આવી છે.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે, 'વ્યાસજીના ભોંયરાની છત જર્જરિત અને નબળી છે. વિરોધી અંજુમન ઈન્તેજામિયા બિનજરૂરી રીતે વ્યાસજીની છત પર એકઠા થઈને છતને નુકસાન કે તોડી પાડવાનો પ્રયાસ કરી રહી છે. કારણ કે, તેઓ ભોંયરામાં થતી પૂજા રોકવાની કોશિશ કરી રહ્યા છે.’ અહીં તમને જણાવી દઈએ કે, વારાણસીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એક અરજી પણ દાખલ કરવામાં આવી છે, જેમાં જ્ઞાનવાપી સંકુલમાં રહેલા આઠ ભોંયરાઓનો સર્વે કરવાનો આદેશ આપવાની માંગ કરવામાં આવી છે.

હકીકતમાં, જિલ્લા અદાલતે જ્ઞાનવાપી સંકુલના બાકીના આઠ ભોંયરાઓ સહિત સમગ્ર સંકુલનો સર્વે કરવાનો આદેશ આપવા વિનંતી કરતી અરજી પર સુનાવણી માટે 19 માર્ચની તારીખ નક્કી કરી છે. હિન્દુ પક્ષના એડવોકેટ મદન મોહન યાદવે તાજેતરમાં જ માહિતી આપી હતી કે, જિલ્લા ન્યાયાધીશ (પાંચ) અનિલ કુમારે અરજીની સુનાવણી માટે 19 માર્ચની તારીખ નક્કી કરી છે.

જ્યારે, અલ્હાબાદ હાઈકોર્ટે વારાણસી કોર્ટને મે 2022માં જ્ઞાનવાપી મસ્જિદ સંકુલની અંદર મળેલા કથિત શિવલિંગની અવિરત પૂજાના અધિકારની માંગ કરતી અરજી પર આઠ અઠવાડિયામાં નિર્ણય લેવાનો આદેશ આપ્યો છે. કથિત શિવલિંગની પૂજામાં દખલગીરી અટકાવવા માટે અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ કમિટી સામે કાયમી મનાઈહુકમની માંગણી કરતી અરજી (કામચલાઉ મનાઈ હુકમ માટે અરજી નંબર 6C) હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જ્ઞાનવાપી મસ્જિદ સંકુલની અંદર શિવલિંગની હાજરી અંગેનો દાવો 16 મેના રોજ કરવામાં આવ્યો હતો, જ્યારે કોર્ટ દ્વારા નિયુક્ત એડવોકેટ કમિશનરે કહ્યું હતું કે, તેમને મસ્જિદના વજુખાના વિસ્તારમાં એક શિવલિંગ મળ્યું છે. આ પછી જિલ્લા અદાલતે સંબંધિત વિસ્તારને સીલ કરવાનો આદેશ આપ્યો હતો. મસ્જિદ સમિતિ દાવો કરે છે કે, કથિત શિવલિંગ એક ફુવારો છે, જ્યારે હિન્દુ પક્ષ તેને શિવલિંગ માને છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp