વાયુસેનામાં અગ્નિવીરની ભરતી માટે આજથી રજિસ્ટ્રેશન શરૂ, આ રીતે કરો અપ્લાઈ

PC: imaphsy.com

ભારતીય વાયુસેનામાં અગ્નિવીરવાયુ ભરતી માટેના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા આજે એટલે કે 24 જૂનથી શરૂ થઈ રહી છે. વાયુસેના દ્વારા 22 જૂનના રોજ આ ભરતી અંગેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. આવેદન, પસંદગી અને ભરતીની સંપૂર્ણ માહિતી ઈન્ડિયન એરફોર્સની ઓફિશિયલ વેબસાઈટ પર મૂકવામાં આવેલા નોટિફિકેશન પરથી લઈ શકો છો. ઓનલાઈન રજિસ્ટ્રેશન આજથી શરૂ થયું છે જે 5 જુલાઈ સુધી ઓપન રહેશે.

અગ્નિવીર વાયુ ભરતી માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત છે. આવેદન Agnpathvayu.cdac.in પર કરી શકાશે. ઓફિશિયલ વેબપોર્ટલ સવારે 10 વાગ્યાથી શરૂ થઈ ગયું છે. ઉમેદવાર પોતાની સામાન્ય માહિતીની સાથે રજિસ્ટ્રેશન કરી શકશે જેના પછી ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ જમા કરવા માટે 250 રૂ. ફી પણ જમા કરવાની રહેશે. 12મી તથા સમકક્ષ પરીક્ષામાં મેથ્સ, ફિઝીક્સ અને અંગ્રેજી વિષયમાં 50 ટકાથી વધુ માર્ક્સ સાથે પાસ થયેલા અથવા 3 વર્ષ એન્જિનિયરીંગ ડિપ્લોમા ધારક અથવા 2 વર્ષ વોકેશનલ કોર્સ પાસ ઉમેદવાર આ પદ માટે અરજી કરી શકે છે.

ઉમેદવારની ઉંમર 17.5 વર્ષથી વધારે અને 23 વર્ષથી ઓછી હોવી જોઈએ. ઉમેદવારે 250 રૂપિયા એપ્લિકેશન ફી પણ ભરવાની રહેશે. ઉમેદવારોની આ ભરતી 4 વર્ષ માટે કરવામાં આવશે. જેમાં તેમની સેલેરીમાં પ્રત્યેક વર્ષે વધારો થશે. પહેલા વર્ષે 30000 રૂપિયા, બીજા વર્ષે 33000 રૂપિયા, ત્રીજા વર્ષે 36500 રૂપિયા અને ચોથા વર્ષે 40000 રૂપિયા પ્રતિ માસ પગાર મળશે. તેમની આ સેલેરીના 30 ટકા કપાઈને સેવા નિધિમાં જમા કરવામાં આવશે અને 4 વર્ષમાં અગ્નિવીરો કુલ 10.4 લાખની નિધિ જમા કરે તો વ્યાજ ઉમેરીને તે રકમ 11.71 લાખ રૂપિયા થઈ જશે. આ નિધિ ટેક્સ ફ્રી હશે, જે અગ્નિવીરને તેમની 4 વર્ષની સેવા પછી મળશે. આ દરમિયાન પ્રત્યેક વર્ષે એક મહિનાની રજા પણ મળશે.

અગ્નિપથ સ્કીમની જાહેરાત પછી દેશભરમાં તેના વિરુદ્ધ ઘણા દેખાવો થયા હતા, ઘણી જગ્યાએ હિંસા પણ થઈ હતી, જેમા ભારતીય રેલવેને કરોડો રૂપિયાનું નુકસાન થયુ છે. અગ્નિપથ સ્કીમનો વિરોધ કરી સરકાર પર નિશાનો સાધવામાં વિપક્ષી પાર્ટીઓ પણ પાછળ રહી ન હતી. જેના પછી ત્રણેય સેનાની આ ભરતીની પ્રક્રિયામાં બદલાવ કરવામાં આવ્યા હતા. પહેલા ભરતી માટેની ઉંમર 21 વર્ષ હતી જેને વધારીને હવે 23 વર્ષની કરવામાં આવી છે અને તેમના 4 વર્ષની નિવૃતિ પછી મળતા લાભ અને પછીથી નોકરીમાં મદદ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp