લિવ-ઈન રિલેશનશિપની નોંધણી લગ્ન જેવી હોવી જોઈએ, સરકાર રક્ષણ માટે કાયદો બનાવે, PIL

PC: thelallantop.com

લિવ-ઇન રિલેશનશિપનો અર્થ થાય છે 'લગ્ન જેવો સંબંધ'. જ્યારે અપરિણીત છોકરો અને છોકરી વિવાહિત યુગલની જેમ એક જ છત નીચે રહે છે, ત્યારે તેને લિવ-ઇન રિલેશનશિપ ગણવામાં આવે છે. પરંતુ ભારતના કાયદામાં લિવ ઇન રિલેશનશિપની યોગ્ય વ્યાખ્યા કરવામાં આવી નથી. અહીં બે અપરિણીત લોકો વચ્ચે લિવ ઇન રિલેશનશિપને 'લગ્નની પ્રકૃતિ' તરીકે રાખવામાં આવી છે. જેના કારણે ઘણી વખત સમસ્યાઓ ઉભી થાય છે. પરંતુ કોર્ટે આ સમસ્યાઓનો મહદઅંશે ઉકેલ લાવી દીધો છે. લિવ ઇન રિલેશનશિપને લઈને અત્યાર સુધી કોઈ કાયદો નથી બન્યો.

દેશમાં લિવ-ઈન રિલેશનશિપને લઈને લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. શ્રધ્ધા વાલ્કર કેસએ આ મુદ્દાને વધુ હવા આપી છે. હવે તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાં એક PIL દાખલ કરવામાં આવી છે જેમાં કેન્દ્ર સરકારને લગ્ન જેવા લિવ-ઈન રિલેશનશિપની નોંધણી કરવાની માંગ કરવામાં આવી છે. સમાજમાં લિવ-ઈન રિલેશનશીપની છબી બદલવાના પ્રયાસરૂપે આ અરજી દાખલ કરવામાં આવી છે.

એડવોકેટ મમતા રાની દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કોર્ટને વિનંતી કરવામાં આવી છે કે, લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા લોકોને સામાજિક સમાનતા અને સુરક્ષા આપવામાં આવે. જેથી જે લોકો રિલેશનશિપમાં રહેતા હોય તે લોકો ગર્વ અનુભવી શકે.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે, અદાલતોએ હંમેશા લિવ-ઈન પાર્ટનર સહિત દેશના તમામ નાગરિકોને સુરક્ષા આપવાનું કામ કર્યું છે. લિવ-ઈનમાં રહેતા લોકોના હિતમાં કોર્ટે ઘણા નિર્ણયો આપ્યા છે. અરજદારે ભારપૂર્વક જણાવ્યું છે કે, લિવ-ઇન પાર્ટનરશિપની નોંધણી ન કરવી એ બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન છે. અરજદારે તેના PILમાં લિવ-ઈન પાર્ટનરશિપની નોંધણી ન કરવી એ બંધારણીય અધિકારો- જીવનની સુરક્ષાનો અધિકાર તેમજ વ્યક્તિગત સ્વતંત્રતા (કલમ 21)ના ઉલ્લંઘનનો આરોપ મૂક્યો છે.

અરજીમાં લિવ-ઇન સંબંધોને નિયંત્રિત કરવા માટે કાયદો ઘડવાની તાત્કાલિક જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે અને દેશમાં લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા લોકોની ચોક્કસ સંખ્યાની ખાતરી કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ડેટાબેઝ બનાવવાની જરૂર છે. અરજદારે દલીલ કરી હતી કે લિવ-ઇન પાર્ટનરશિપની નોંધણી ફરજિયાત કરીને જ આ પ્રાપ્ત કરી શકાય છે.

અરજદારે તેની અરજીમાં ઉલ્લેખ કર્યો છે કે, લિવ-ઇન પાર્ટનરશિપને આવરી લેતા નિયમો અને માર્ગદર્શિકાની ગેરહાજરીને કારણે, લિવ-ઇન પાર્ટનર્સ દ્વારા કરવામાં આવતા ગુનાઓમાં ભારે વધારો થયો છે, જેમાં બળાત્કાર અને હત્યા જેવા મોટા ગુનાઓનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp