AGM બાદ 10 મિનિટમાં મુકેશ અંબાણીની RILને થયું 13 હજાર કરોડનું નુકસાન

PC: economictimes.com

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં AGM પછી સતત બીજા દિવસે પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ભલે શેરોમાં નજીવો ઘટાડો છે. ત્યાર પછી પણ કંપનીના માર્કેટ કેપમાંથી 10 મિનિટમાં 13 હજાર કરોડ રૂપિયાથી વધુ નુકસાન થયું. સોમવારે જ્યારે 2 વાગ્યે AGM શરૂ થઇ હતી અને માર્કેટ બંધ થયા સુધીમાં કંપનીના શેરોમાં સતત ઘટાડો ચાલુ રહ્યો. આજે સવારે પણ કંપનીનો શેર દિવસના લોઅર લેવલે ચાલ્યો હતો. જાણકારો અનુસાર, રોકાણકારોને એજીએમમાં રિટેલ અને ટેલીકોમ આર્મના IPOની આશા હતી. મુકેશ અંબાણીએ બંનેમાંથી કોઈપણ કંપનીના IPOનો ઉલ્લેખ એજીએમમાં કર્યો નહીં.

સોમવારે કંપનીના શેર એક ટકાથી વધુ ગગડીને બંધ થયા હતા અને મંગળવારે 29 ઓગસ્ટના રોજ કંપનીના શેર 0.75 ટકા ગગડી ગયા તે પણ 10 મિનિટની અંદર. સવારે 10 વાગ્યે 30 મિનિટ પર BSE પર કંપનીનો શેર 0.35 ટકા એટલે કે 8 રૂપિયાથી વધારેના ઘટાડાની સાથે 2433.90 રૂપિયા પર ચાલી રહ્યો છે. જ્યારે માર્કેટ ખુલ્યાના 10 મિનિટ પછી કંપનીનો શેર 2424 રૂપિયાની સાથે લોઅર લેવલ પર આવી ગયો. એક દિવસ પહેલા કંપનીનો શેર 2442.55 રૂપિયા પર બંધ થયો હતો.

10 મિનિટમાં 13 હજાર કરોડથી વધુનુ નુકસાન

જો કંપનીના માર્કેટ કેપની વાત કરીએ તો 10 મિનિટમાં 13 હજાર કરોડ રૂપિયાથી વધારેનું નુકસાન થઇ ચૂક્યું છે. આંકડાઓની વાત કરીએ તો એક દિવસ પહેલા જ્યારે માર્કેટ બંધ થયું હતું તો કંપનીનો એમકેપ 16,52,535.99 કરોડ રૂપિયા હતો. જ્યારે આજે કંપનીનો શેર 9 વાગ્યે 25 મિનિટ પર 2424 રૂપિયા પર આવ્યો તો કંપનીનો માર્કેટ કેપ 16,39,346.24 રૂપિયા પર આવી ગયો. એટલે કે આ 10 મિનિટમાં કંપનીનો માર્કેટ કેપને 13,189.75 કરોડ રૂપિયાનું નુકસાન થઇ ગયું.

ગયા અઠવાડિયે પણ વેલ્યૂએશન ઘટી હતી

ગયા અઠવાડિયે પણ કંપનીના માર્કેટ કેપને મોટુ નુકસાન થયું હતું. કંપનીના શેરોમાં મોટો ઘટાડો આવવાથી વેલ્યૂએશનમાં મોટો કડાકો થયો હતો. આંકડાની વાત કરીએ તો 3.39 ટકાનું નુકસાન થયું હતું. ત્યાર પછી કંપનીના માર્કેટ કેપથી 58600 કરોડ રૂપિયાથી વધારે સાફ થઇ ગયા હતા. સોમવાર 28 ઓગસ્ટ અને મંગળવારે 29 ઓગસ્ટના લોઅર લેવલને જોઇએ તો 1.86 ટકાનું નુકસાન થઇ ચૂક્યું છે. ગયા અઠવાડિયા અને ચાલુ અઠવાડિયામાં અત્યાર સુધીમાં કંપનીના શેરોમાં 5 ટકાથી વધારેનું નુકસાન થઇ ચૂક્યું છે અને માર્કેટ કેપમાં 90 હજાર કરોડથી વધુ ઓછા થઇ ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp