લોકો માટે રાહતના સમાચાર, કેરળમાં ચોમાસાનું આગમન થઇ ગયું

PC: weather.com

ભારતમા સામાન્ય રીતે ચોમાસું કેરળમાં 1 જૂનથી શરૂ થતું હોય છે,હવામાન વિભાગે આગાહી કરી હતી કે કેરળમાં ચોમાસું 31 મેના દિવસે દસ્તક દેશે. પરંતુ હવામાનની આગાહીના 1 દિવસ પહેલાં જ કેરળમાં મેઘરાજાનું આગામાન થઇ ગયું છે. આ લોકો માટે રાહતના સમાચાર છે, કારણ કે છેલ્લાં કેટલાંક દિવસોથી લોકો કાળઝાળ ગરમીમાં રીતસરના શેકાઇ રહ્યા છે. ભારતમાં કેટલાંક રાજ્યોમાં તો ગરમીનો પારો 50 ડીગ્રી ઉપર પહોંચી ગયો છે.

હવામાનના જાણકારોનું કહેવું છે કે, રવિવારે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાંથી પસાર થયેલા રેમલ વાવાઝોડાએ ચોમાસાન પ્રવાહને બંગાળ તરફ ખેંચી લીધો હતો. જેને લીધે ઉત્તર- પૂર્વમાં ચોમાસું વહેલું આવવાનું કારણ હોય શકે છે.

ગુજરાતમાં ચૌમાસું 10 જૂનથી 15 જૂનન વચ્ચે શરૂ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp