દિલ્હી-બેંગલોર વચ્ચેના ભાડામાં થયો ત્રણ ગણો વધારો, જાણો શું છે કારણ

PC: traveltradejournal.com

કર્ણાટકમાં ચાલી રહેલા રાજનીતિક યુદ્ધ વચ્ચે સુપ્રીમ કોર્ટે શનિવારે ચાર વાગ્યે ફ્લોર ટેસ્ટ માટે આદેશ આપી દીધો છે. બેંગ્્લોરમાં કર્ણાટક વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ કરવામાં આવશે. પણ હવે આ રાજનીતિક ઘટના ક્રમની વચ્ચે દિલ્હી અને બેંગ્લોર વચ્ચેની ફ્લાઈટના ભાડામાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે.

શુક્રવારે દિલ્હી અને બેંગ્્લોર વચ્ચેનું ભાડું 35 હજાર સુધી પહોંચી ગયું હતું. ત્યાં શનિવારે 2 વાગ્યા પહેલા ફ્લાઈટનો ભાવ 20 હજારથી 32 હજારની વચ્ચે છે. સામાન્ય રીતે દિલ્હીથી બેંગ્લોર વચ્ચેની મુસાફરીનું ભાડુ જો તે જ દિવસે બુક કરાવીએ તો 7 થી 10 હજાર રૂપિયા છે, પણ જો તમે શુક્રવારે બેંગ્લોર જવા ઈચ્છો છો તો એર ઈન્ડિયા, જેટ એરવેઝ અને વિસ્ટારા ફ્લાઈટ માટે 28 હજારથી 35 હજાર રૂપિયા ચૂકવવા પડી શકે છે.

શનિવારે 4 વાગ્યે બેંગ્લોરમાં શક્તિ પરિક્ષણ થશે, એવામાં 4 વાગ્યા પહેલા દિલ્હી-બેંગ્લોરની ફ્લાઈટનું ભાડું ખૂબ વધારે છે. પણ 4 વાગ્યા પછીની ફ્લાઈટનું ભાડું સસ્તુ એટલે કે 10 થી 15 હજાર વચ્ચેની રેન્જમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp