PM મોદી સામે માનહાનિનો કેસ કરશે કોંગ્રેસ સાંસદ, કહ્યું- PMએ મને શૂર્પણખા કહી હતી

PC: economictimes.indiatimes.com

કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધીને સુરતની કોર્ટે માનહાનિના કેસમાં દોષી ઠેરવ્યા છે. તેમને 2 વર્ષની જેલની સજા થઈ છે. કોર્ટ દ્વારા સજા સંભળાવવા સાથે જ કોંગ્રેસના કાર્યકર્ત રસ્તા પર ઉતરી ગયા અને જોરદાર નારેબાજી કરી. આ અંગે રાજકારણ ચાલી રહ્યું છે. આ બધા વચ્ચે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના સાંસદ રેણુકા ચૌધરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરાવવાની વાત કહી છે. રેણુકા ચૌધરીએ પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદમાં ભાષણનો એક વીડિયો ટ્વીટ કર્યો છે.

આ વીડિયો વર્ષ 2018માં સંસદ સત્ર દરમિયાન છે. ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદને સંબોધિત કરી રહ્યા હતા અને ત્યારે સભ્યપતિએ કોંગ્રેસ સાંસદને શાંત રહેવા માટે કહ્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ‘સભાપતિજી.. તમે રેણુકા ચૌધરીજીને ન રોકો. રામાયણ બાદ એવું હાસ્ય સાંભળવાનો ચાંસ આજે મળ્યો છે. હવે આ વીડિયોને ટ્વીટ કરતા રેણુકા ચૌધરીએ ટ્વીટર પર લખ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મને સંસદમાં શૂર્પણખા કહીને સંબોધિત કરી હતી. હું તેમની વિરુદ્ધ માનહાનિનો કેસ કરીશ. જોઈએ કોર્ટ કેટલી ઝડપથી કામ કરે છે.

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ 4 વર્ષથી સુરત કોર્ટમાં ચાલી રહ્યો હતો. વર્ષ 2019માં રાહુલ ગાંધીએ કર્ણાટકની ચૂંટણી રેલીમાં વિવાદિત નિવેદન આપ્યું હતું. રેલી કર્ણાટકના કોલારમાં હતી અને તેમણે મોદી સરનેમ પર ટિપ્પણી કરી હતી. ગુજરાત ભાજપના નેતા અને ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધીના નિવેદન વિરુદ્ધ કેસ દાખલ કરી દીધો હતો. કેસ માનહાનિનો હતો અને સુરતની કોર્ટમાં કરવામાં આવ્યો હતો, જે લઈને હવે કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની સજા સંભળાવી છે.

ભારતના સંવિધાન હેઠળ ભારતના દરેક નાગરિકને અભિવ્યક્તિની સ્વતંત્રતા મળી છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તમને કોઈને અપમાનિત કરવાનો અધિકાર પણ મળી ગયો છે. IPCની કલમ 499માં માનહાનિને ડિફાઇન કરવામાં આવ્યો છે. તે મુજબ જો કોઈ બોલીને, લખીને, વાંચીને, ઇશારાઓ કે તસવીરો દ્વારા કોઈ વ્યક્તિની પ્રતિષ્ઠા પર લાંછન લગાવે છે તો તેને માનહાનિ માનવામાં આવશે. એ સિવાય કોઈ વ્યક્તિ જાણીજોઇને બોલીને, લખીને, વાંચીને, ઇશારાઓ કે તસવીરો-વીડિયો દ્વારા કોઈ વ્યક્તિની પ્રતિષ્ઠા પર લાંછન લગાવે છે તો તે પણ માનહાનિના દાયરામાં આવે છે.

એ જ કલમ મૃત વ્યક્તિની માનહાનિનો પણ ઉલ્લેખ છે. આ પ્રકારે કોઈ મૃત વ્યક્તિને પણ માનહાનિને યોગ્ય માનવામાં આવ્યા છે. મૃત વ્યક્તિના આ નજીકના સંબંધી તેના માટે કેસ પણ ચલાવી શકે છે. કોઈ ટિપ્પણી કે શબ્દો દ્વારા મૃત વ્યક્તિના સન્માન અને પ્રતિષ્ઠાને ક્ષતિ પહોંચાડવામાં આવે છે તો પણ માનહાનિ માનવામાં આવશે. માનહાનિ માટે ટિપ્પણી કે નિવેદનનું અપમાનજનક હોવું જરૂરી છે. હવે આપત્તિજનક શું હશે? તેનો નિર્ણય કોર્ટ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp