મિલિનંદ દેવરા, બાબા સિદ્દીકી પછી મહારાષ્ટ્રમાં 3જુ મોટું ભંગાણ

મહારાષ્ટ્ર કોંગ્રેસમાં વધુ એક ગાબડું પડ્યું છે. હજુ થોડા દિવસો પહેલા મિલિંદ દેવરા, બાબા સિદ્દીકીના રાજીનામા પછી મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અશોક ચવ્હાણે રાજીનામું આપી દીધું છે અને મંગળવારે ભાજપમાં જોડાઇ ગયા છે.

અશોક ચવ્હાણ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી શંકર ચવ્હાણના પુત્ર છે. અશોક ચવ્હાણ કોંગ્રેસમાં હતા ત્યારે 2 વખત સાંસદ અને 4 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. વર્ષ 2008થી 2010 સુધી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા.

ભાજપ કોંગ્રેસ નેતાઓને કેમ સામેલ કરી રહી છે? એવો સવાલ લોકોના મનમાં છે. રાજકારણના જાણકારોનું કહેવું છે કે, વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે ઉદ્ધવ ઠાકરે સાથે ગંઠબંધનમાં ચૂંટણી લડી હતી. મહારાષ્ટ્રમાં કુલ 48 લોકસભા બેઠકો છે. 2019માં ભાજપને 23 અને ઉદ્ધવને 18 બેઠકો મળી હતી. મતલબ કે ગઠબંધનને 41 બેઠકો મળી હતી. આ વખતે ઉદ્ધવ સાથે નથી એટલે ભાજપ કોંગ્રેસ નેતાઓને સામેલ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp