26th January selfie contest

26/11 મુંબઈ હુમલાને ઉકેલવો પાકિસ્તાનના હિતમાં છેઃ ઈમરાન ખાન

PC: thenews.com.pk

વડાપ્રધાન ઈમરાન ખાને દાવો કર્યો છે કે, તેમની સરકાર 2008ના મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડને સજા અપાવવા માંગે છે અને તે પાકિસ્તાનના હિતમાં છે. તેમણે બુધવારે એક ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે, ભારતમાં ચૂંટણી આવવાની છે. સત્તાધારી પક્ષનુ વલણ મુસ્લિમ વિરોધી અને પાકિસ્તાન વિરોધી છે. તેમણે મારી દરેક પહેલને ખારિજ કરી દીધી. આશા છે કે, ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ અમે ફરી ભારત સાથે વાર્તા શરૂ કરી શકીશું.

ભારતે પાકિસ્તાનને સ્પષ્ટરીતે જણાવ્યુ દીધુ હતુ કે, વાતચીત અને આતંકવાદ એક સાથે ન ચાલી શકે. વિદેશ મંત્રી સુષમા સ્વરાજે જ્યાં સુધી ભારત વિરુદ્ધ સીમા પાર આતંકી ગતિવિધીઓ બંધ ન થાય, ત્યાં સુધી પાકિસ્તાન સાથે કોઈપણ પ્રકારની વાતચીત કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. ભારતમાં એપ્રિલ અથવા મે 2019માં જનરલ ઈલેક્શન થવાના છે. મુંબઈ આતંકી હુમલાની વાત કરતા ઈમરાન ખાને કહ્યુ હતુ કે, પાકિસ્તાન ઈચ્છે છે કે મુંબઈના હુમલાખોરો અંગે કંઈ કરવામાં આવે.

તેમણે જણાવ્યુ હતુ કે, મે પોતાની સરકાર પાસે ઘટનાની સ્થિતિ અંગે માહિતી મેળવવા કહ્યુ છે. તેમણે કહ્યુ છે કે, આ મામલો આપણા હિતમાં છે, કારણ કે આ આતંકવાદી કૃત્યુ હતુ. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન આધારિત લશ્કર-એ-તૈયબાના 10 આતંકવાદી 26 નવેમ્બર, 2008ના રોજ સમુદ્રના રસ્તે ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં ઘૂસેલા અને અંધાધૂંધ ગોળીબાર કરી 166 લોકોનો જીવ લીધો હતો. સુરક્ષા દળોએ 9 આતંકવાદીઓને ઠાર કર્યા હતા, જ્યારે જીવતો પકડાયેલો એકમાત્ર આતંકવાદી  અજમલ કસાબને ભારતીય અદાલતે મૃત્યુદંડ મળ્યા બાદ ફાંસીએ લટકાવી દીધો હતો.

ઉલ્લેખનીય છે કે, 26/11 હુમલાના માસ્ટર માઈન્ડ અને પ્રતિબંધિત જમાત ઉદ દાવાના પ્રમુખ હાફિઝ સઈદ હજુ પણ પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરી રહ્યો છે. તે એ વાતનો સંકેત છે કે પાકિસ્તાન તેની વિરુદ્ધ કાર્યવાહીને લઈને ગંભીર નથી. અમેરિકાએ સઈદ પર 1 કરોડ અમેરિકી ડૉલરનુ ઈનામ રાખ્યુ છે. આ વર્ષે ઓગસ્ટમાં ખુરશી સંભાળ્યા બાદ ઈમરાન ખાને કહ્યુ હતુ કે, તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે શાંતિ વાર્તા માટે તૈયાર છે. પાકિસ્તાને સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા પહેલા ન્યુ યોર્કમાં વિદેશ મંત્રી સ્તરીય વાતચીતનો પ્રસ્તાવ આપ્યો હતો. ભારતે પ્રસ્તાવનો સ્વીકાર કર્યા બાદ તેને ખારિજ કરી દીધો હતો અ પાકિસ્તાન પર જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોની હત્યા કરવા તેમજ આતંકવાદને પોષવાનો આરોપ લગાવ્યો હતો.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp