મિઝોરમમાં 3 ડિસેમ્બરે નહીં થાય મતગણતરી, આ કારણે બદલાઈ તારીખ

PC: hindustantimes.com

મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમ (5 રાજ્ય)માં થયેલી ચૂંટણીઓ બાદ આખો દેશ 3 ડિસેમ્બરે થનારી મતગણતરીની રાહ જોઈ રહ્યો છે. આ દરમિયાન ચૂંટણી પંચે એક મોટો નિર્ણય લેતા મિઝોરમમાં ચૂંટણીની તારીખ બદલી દીધી છે. હવે અહી 3 ડિસેમ્બરની જગ્યાએ 4 ડિસેમ્બરે મતગણતરી થશે. મતદાન અગાઉ જ મિઝોરમની મતગણતરીની તારીખ બદલવાની માગ થઈ રહી હતી. તેને લઈને બધી પાર્ટીઓ એકમત નજરે પડી હતી. માગ કરનારી રાજકીય પાર્ટીઓનું કહેવું હતું કે રવિવાર ખ્રિસ્તીઓનો પવિત્ર દિવસ હોય છે. એટલે ખ્રિસ્તી બહુધા રાજ્ય મિઝોરમમાં મતગણતરીની તારીખ બદલવી જોઈએ.

આ માગ પર ભાજપ, કોંગ્રેસ અને સત્તાધારી MNF સહિત બધી રાજકીય પાર્ટી રાજી હતી. ચૂંટણીની તારીખ બદલવાની માગને લઈને બધી રાજકીય પાર્ટીઓએ ચૂંટણી પંચને ચિઠ્ઠી પણ લખી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે મિઝો લોકો રવિવારના દિવસે પૂરી રીતે પૂજાને સમર્પિત રહે છે. આ પત્રમાં બધી રાજકીય પાર્ટીઓ અને ગેર સરકારી સંગઠનોના અધ્યક્ષોના હસ્તાક્ષર પણ હતા. પત્રમાં લખ્યું હતું કે મિઝોરમમાં રવિવારના દિવસે કોઈ પણ સત્તાવાર કાર્યક્રમ રાખવામાં આવતો નથી.

પત્ર મોકલનારી બધી પાર્ટીઓમાં સત્તાધારી MNF, ભાજપ, કોંગ્રેસ, જોરમ પીપલ્સ મૂમવમેન્ટ અને પીપલ્સ કોન્ફરન્સ સામેલ હતી. રાજ્યના મુખ્ય ચર્ચોનું ગ્રુપ મિઝોરમ કોહરાન હૃએટુટે કમિટી (MKHC)એ પણ ચૂંટણી પંચને એક ચિઠ્ઠી મોકલીને મતગણતરીની તારીખ બદલવાનો આગ્રહ કર્યો હતો. 40 સભ્યોની મિઝોરમ વિધાનસભા માટે 7 નવેમ્બરના રોજ એક ચરણમાં મતદાન થયું હતું. 5 રાજ્યો માટે મતગણતરી 3 ડિસેમ્બરે નક્કી કરવામાં આવી હતી. ત્યાં અગાઉ 23 નવેમ્બરના રોજ એક ચરણમાં ચૂંટણી થવાની હતી, પરંતુ તેને બદલીને 25 નવેમ્બરે કરી દેવામાં આવી હતી.

શું કહી રહ્યા છે મિઝોરમન એક્ઝિટ પોલ?

મિઝોરમ વિધાનસભાની ચૂંટણીના પરિણામો 4 ડિસેમ્બરે આવશે, પરંતુ એ અગાઉ એક્ઝિટ પોલના અનુમાન મુજબ, જોરામ પીપલ્સ મૂવમેન્ટ એટલે કે ZPM સરકારના જનાદેશના સંકેત છે. ઈન્ડિયા ટૂડે એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલમાં ZMPને 49 ટકા વોટ સાથે 40 સભ્યોવાળી મિઝોરમ વિધાનસભામાં 28 થી 35 સીટો મળવાનું અનુમાન છે. મિઝોરમ વિધાનસભામાં બહુમત માટે જાદુઇ આંકડો 21 સભ્યોનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp