જામા મસ્જિદ સર્વે દરમિયાન હંગામો, પોલીસના બેરિકેડિંગ કરવા છતા લોકોનો પથ્થરમારો

PC: primetvindia.com

ઉત્તર પ્રદેશના સંભલની જામા મસ્જિદમાં આજે ફરી સર્વે કરવામાં આવનાર હતો, તે પહેલા જ વાતાવરણ બગડી ગયું હતું. અહીં લોકોએ પોલીસ દળ પર પથ્થરમારો શરૂ કર્યો. જ્યારે પહેલેથી જ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને બેરિકેડિંગ પણ કરવામાં આવ્યું હતું. અહીં સવારથી જ ભીડ એકત્ર થઈ ગઈ હતી અને હંગામો મચાવવાનું શરૂ કર્યું હતું. જોત જોતામાં તેઓએ પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો.

અહીં તમને જણાવી દઈએ કે, રવિવારે સવારે 5 વાગ્યાથી જ જામા મસ્જિદની આસપાસ બેરિકેડિંગ કરીને મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા હતા. આ સાથે સંભલ શહેરમાં પણ મોટા પાયે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક પણ સવારે 6:00 વાગ્યે સંભલ કોતવાલી પહોંચી ગયા હતા. સર્વેની ટીમ જામા મસ્જિદ પાસે પહોંચી હતી, ટૂંક સમયમાં જ સર્વે શરૂ થવાનો હતો, પરંતુ બહાર લોકોની ભીડ ઉમટી પડી હતી અને તેમણે હંગામો કરવાનું શરુ કરી દીધું હતું.

સવારે 9 વાગ્યે, જ્યારે એડવોકેટ કમિશનર, જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) અને પોલીસ અધિક્ષક (SP) જામા મસ્જિદના સર્વે માટે પહોંચ્યા, ત્યારે મસ્જિદની અંદર કેટલાક ધાર્મિક અને ઐતિહાસિક વિવાદોને કારણે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં, આ સર્વેક્ષણ મસ્જિદની અંદર હરિહર મંદિરના અસ્તિત્વના દાવાના સંદર્ભમાં કરવામાં આવી રહ્યું હતું. આ પછી આજે બીજા તબક્કાનો સર્વે પણ હાથ ધરવામાં આવ્યો હતો. આ માહિતી સ્થાનિક લોકો સુધી પહોંચતા વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો મસ્જિદની આસપાસ એકઠા થઈ ગયા હતા.

જો કે, આ પછી પણ બીજી તરફથી ગોળીબાર થયાના સમાચાર આવ્યા, જેનાથી આ વિસ્તારમાં વધારે ભય ફેલાય ગયો. હાલમાં, પરિસ્થિતિ અત્યંત તંગ છે, અને પોલીસ પ્રશાસને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વિસ્તારમાં વધારાના દળો તૈનાત કરી દીધા છે.

જ્યારે ટોળાએ પથ્થરમારો શરૂ કર્યો ત્યારે પરિસ્થિતિ વધુ વણસી ગઈ. પથ્થરમારાના કારણે અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. આ પછી સ્થળ પર તૈનાત પોલીસે હળવો બળપ્રયોગ કરીને ભીડને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. પરિસ્થિતિ કાબૂ બહાર જતાં પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા.

પથ્થરમારો અને હંગામા પછી વિસ્તારમાં વાતાવરણ તંગ છે. પ્રશાસને જામા મસ્જિદની આસપાસ બેરિકેડિંગ કરીને વિસ્તારને સીલ કરી દીધો છે. DM, SP અને ADM સહિત જિલ્લાના તમામ વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર હાજર છે. નજીકના પોલીસ સ્ટેશનોમાંથી વધારાના પોલીસ દળોને પણ બોલાવવામાં આવ્યા છે.

મંગળવારે, સંભલ જિલ્લાના વરિષ્ઠ સિવિલ જજે સુનાવણી માટે હિન્દુ પક્ષનો કેસ સ્વીકાર્યો હતો. જેમાં જામા મસ્જિદને હિન્દુ હરિહર મંદિર હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ દાવા પછી જ કોર્ટે જામા મસ્જિદના સર્વેનો આદેશ આપ્યો હતો. મંગળવારે રાત્રે જ ટીમ જામા મસ્જિદ પહોંચી અને પ્રથમ તબક્કાનો સર્વે હાથ ધર્યો.

આ કેસમાં અરજદાર સુપ્રીમ કોર્ટના એડવોકેટ વિષ્ણુ શંકર જૈને કોર્ટમાં અરજી કરી હતી. તેણે દાવો કર્યો હતો કે, બાબરે વર્ષ 1529માં હરિહર મંદિરને તોડીને અહીં મસ્જિદ બનાવી હતી. તેમણે કહ્યું હતું કે, સંભલનું હરિહર મંદિર આપણી આસ્થાનું કેન્દ્ર છે. આપણી ધાર્મિક માન્યતાઓ અનુસાર અહીં દશાવતારમાંથી કલ્કિનો અવતાર થવાનો છે. બાબરે 1529માં મંદિરને તોડીને તેને મસ્જિદમાં ફેરવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે, ત્યાં ઘણા નિશાન અને ચિહ્નો છે જે હિન્દુ મંદિરના છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને કોર્ટે સર્વેનો આદેશ બહાર પાડ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp