આ છે દેશના સૌથી અમીર રાજ્યો, જુઓ ગુજરાત છે કે નહીં

PC: MagicBricks.com

વિવિધતામાં એકતા એટલે ભારત. આપણા દેશમાં દરેક કિસ્સાઓમાં વિવિધતા જોવા મળે છે. ઘણાં રાજ્યો એવા છે જે ઘણાં અમીર છે તો કેટલાક એવા પણ રાજ્યો છે જ્યાં હજુ પણ ગરીબી છે. જેની ગણતરી ગરીબ રાજ્યોમાં કરવામાં આવે છે. વર્ષ 2021-22માં GSDP ગણના અનુસાર, આ લેખમાં એવા રાજ્યો વિશે જણાવી રહ્યા છે, જેના વિશે કદાચ જ તમે જાણતા હશો. જુઓ આ લિસ્ટમાં કદાચ તમારુ શહેર તો નથી!

400 બિલિયન અમેરિકન ડૉલર GSDPની સાથે મહારાષ્ટ્ર ભારતનું સૌથી અમીર રાજ્ય છે. રાજ્યની રાજધાની મુંબઈને દેશની આર્થિક રાજધાની પણ કહેવામાં આવે છે. આ શહેર સૌથી વધારે વસતી ધરાવતા રાજ્યમાં આવે છે.

તમિલનાડુ ભારતના બીજા સૌથી ધનિક રાજ્યોમાં આવે છે. જેનો જીએસડીપી રૂપિયા 19.43 ટ્રિલિયન કહેવામાં આવે છે. અહીં પણ 50 ટકા વસતી રહે છે.

ગ્રાઉન્ડ રિપોર્ટ અનુસાર, ગુજરાત 259.25 બિલિયન અમેરિકન ડૉલર GSDPની સાથે દેશના અમીર રાજ્યોમાં આવે છે. ગુજરાતને તમાકુ, કપાસ, બદામ જેવી વસ્તુઓનો પ્રમુખ ઉત્પાદક માનવામાં આવે છે. રાજ્ય ન માત્ર પૈસાથી બલ્કે કલ્ચર, રેલવે, પોર્ટ અને રોડ નેટવર્કમાં પણ આગળ છે.

ત્યાર પછી આ લિસ્ટમાં કર્ણાટક આવે છે. જેની 247.38 બિલિયન અમેરિકન ડૉલર જીએસડીપી છે. આ ભારતના અમીર રાજ્યોની લિસ્ટમાં આવે છે. અહીં ઔદ્યોગિક ક્ષેત્ર ઉપરાંત ખેતીનો પણ વિસ્તાર થયો છે. આઈટી, બાયો-ટેક અને એરોસ્પેસમાં પણ કર્ણાટક આગળ છે.

234.96 બિલિયન અમેરિકન ડૉલર જીએસડીપીની સાથે ઉત્તર પ્રદેશ પણ ભારતના સૌથી અમીર રાજ્યોમાં આવે છે. ઉત્તર પ્રદેશ અન્ય રાજ્યોની જેમ ખૂબ જ ઝડપથી વિકસિત થઇ રહ્યું છે.

2020-21માં રાજસ્થાનની જીએસડીપી 11.98 ટ્રિલિયન રહી છે. આ એક ખનીજ સમૃદ્ધ રાજ્ય છે. રાજ્યમાં ગોલ્ડ, ચાંદી, બલુઆ પથ્થરનો ભંડાર છે. રાજસ્થાનનો ટૂરિઝમ અને બીજા સેક્ટરોમાં પણ વિકાસ વિસ્તાર થયો છે. સારી જીડીપી અને 150 બિલિયન ડૉલરની જીએસડીપીની સાથે પશ્ચિમ બંગાળ 6ઠ્ઠા નંબરે છે. આ રાજ્ય કલ્ચર અને કમર્શિયલ સેક્ટરમાં પણ અમીર છે.

આંધ્રપ્રદેશની જીએડીપી 120 બિલિયન ડૉલર છે. અહીં વિશાખાપટ્ટનમમાં પોર્ટ અને ઔદ્યોગિક સેક્ટર ઝડપથી વિકાસ કરી રહ્યું છે. ત્યાર બાદ મધ્ય પ્રદેશ 120 બિલિયન જીએસડીપીની સાથે 10માં સ્થાને આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp