સાંસદે શાળામાં બ્રશ-ગ્લવ્સ વગર હાથથી ટોયલેટ ઘસી નાખ્યું, જુઓ VIDEO

PC: twitter.com

રીવાના ભાજપના સાંસદ જનાર્દન મિશ્રા હાથથી ટોયલેટ સાફ કરવાના કારણે ચર્ચાના ચકડોળે ચડયા છે. તાજેતરમા સાંસદ રીવાના ખતકરી વિસ્તારમાં આવેલી એક કન્યા શાળાની મુલાકાતે ગયા હતા. જે દરમિયાન PM નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયાની ઉજવણી ચાલી રહી હતી. શાળામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ હતો આ વેળાએ સાંસદ જનાર્દન મિશ્રાએ નિરીક્ષણ કર્યું હતું.

સફાઈ વેળાએ પટાવાળા પણ શાળામાં

આ દરમિયાન પોતે ટોયલેટમાં ગયા ત્યારે ટોયલેટમાં ફૂલ ગંદકી હતી. જેને લઈને સાંસદ પોતે સફાઈમા લાગી ગયા હતા. પરંતુ સાંસદને ટોઈલેટ સફાઈ માટે બ્રશ અને ગ્લવ્સ ન મળતા ચર્ચા જાગી હતી. આથી સાંસદે હાથથી ટોયલેટ સીટ સાફ કરી નાખી હતી. એટલું જ નહીં સાંસદ સફાઈ કરી રહ્યા હતા તે વેળાએ પટાવાળા પણ શાળામાં હાજર હતા.

ટ્વીટ કરીને વીડિયો વહેતો કર્યો

ત્યારબાદ શૌચાલય સાફ કરતો હોવાનો વીડિયો બનાવી જનાર્દન મિશ્રાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, બી.એલ. સંતોષ અને સીએમ શિવરાજ સિંહ ચૌહાણ, વીડી શર્મા અને હિતાનંદ શર્માને ટ્વીટરમાં ટેગ કરીને વીડિયો પણ પોસ્ટ કર્યો હતો.

6 વખત શૌચાલયની સફાઈનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો

સમયાંતરે ચર્ચામાં રહેતા રીવાના સાંસદ પોતે નરેન્દ્ર મોદીના સમર્થક છે. સરપંચમાંથી સાંસદ બનેલા જનાર્દન મિશ્રા દ્વારા અત્યાર સુધીમાં 6 વખત શૌચાલયની સફાઈનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યો છે. જેમાં તેમણે વડાપ્રધાનને પણ ટેગ કર્યા છે. આ રીતે રીતે કચરો ભેગો કરવાનો અને ઓફિસના ટેબલ સાફ કરવા સહિતના પણ સંસદના વીડિયો સામે આવ્યા છે.

અગાઉ પણ શાળામાં ટોયલેટની સફાઈ કરી

વર્ષ 2018માં સાંસદ જનાર્દન મિશ્રા સંસદીય વિસ્તારમાં જનસંપર્ક કરવા નીકળ્યા હતા. જે દરમિયાન હિનૌટાની પ્રાથમિક શાળામાં ગયા હતા અને ત્યાં પણ ટોયલેટની સફાઈ કરી હતી. નિરીક્ષણ વેળાએ ગંદકીને ધ્યાને લઈને ટોયલેટ સાફ કર્યું હતું. ઉપરાંત સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે રસ્તાઓની પણ સાફ સફાઈ કરી હતી. પરંતું સાંસદ ટોયલેટની સફાઈ કરતા હોય તેવું પહેલી વાર બન્યું છે.

ક્વોરેન્ટાઇન સેન્ટરમાં કરી હતી સફાઈ

2021 બીજો કેસ સામે આવ્યો હતો જેમાં રેવા જિલ્લાના મઉગંજ જનપદ ગ્રામ પંચાયત સેમરિયા કુંજ બિહારી ક્વોરેન્ટાઇન સેન્ટરમાં સાંસદ જનાર્દન મિશ્રા નિરીક્ષણ કરવા ગયા હતા. જે દરમિયાન શૌચાલય ગંદુ હોવાનું જનાર્દન મિશ્રાના ધ્યાને આવતા તેમણે સાફ કર્યું હતી. જે દરમિયાન સાવરણી ન મળતા તેમણે મેં બહારથી ઝાડની ડાળીઓ મંગાવી સર્જિકલ ગ્લોવ્ઝ પહેર્યા અને લાકડાની ડાળીઓ વડે પાણીથી શૌચાલય સાફ કર્યું હતું.

કલેક્ટરને થપ્પડ મારવાનું આપ્યું હતું નિવેદન

વિવાદાસ્પદ નિવેદનને કારણે પણ ભાજપના સાંસદ જનાર્દન મિશ્રા ચર્ચામાં રહ્યા છે. તેઓએ નવેમ્બર 2021માં રીવામાં નિવેદન આપ્યું હતું કે કલેક્ટરનો કાંઠલો પકડવો, અન્ય કોઈને થપ્પડ મારવી કે કમિશનરને ખુરશી પરથી ઉતારી દેવાએ અમારું કામ છે. કલેક્ટરને થપ્પડ મારવામાં આવે તો એક વર્ષની નેતાગીરી બે વર્ષની નેતાગીરી થઈ જાય છે તેમ પણ ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દાઢી પર પણ સાંસદ મિશ્રાએ કોમેન્ટ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp