રોહન ગુપ્તાએ કોંગ્રેસ છોડવાનું અને ભાજપમાં જોડાવાનું કારણ જણાવ્યું

PC: hindustantimes.com

કોંગ્રેસની ટિકિટ ઠુકરાવીને ભારતીય જનતા પાર્ટી (BJP)માં સામેલ થનારા રોહન ગુપ્તાએ પાર્ટી પર અપમાનિત કરવાનો આરોપ લગાવ્યો. પોતાને બેદાગ બતાવતા રોહન ગુપ્તાએ કહ્યું કે, મેં ઘણી વખત ભાજપની વોશિંગ મશીન પર સવાલ ઉઠાવ્યા છે. મારું શર્ટ એકદમ બેદાગ છે. સનાતનને ગાળો આપનારાઓ સાથે કામ નહીં કરી શકાય. જેના નામમાં રામ છે, તેઓ રોજ રામ અને સનાતન વિરુદ્ધ બોલનારાના પક્ષમાં બોલવા કહેતા હતા. તેમણે પોતાના પિતાના કહેવા પર જ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો. તેમના પિતા નહોતા ઇચ્છતા કે તેઓ ચૂંટણી લડે.

કોંગ્રેસે રોહન ગુપ્તાને અમદાવાદ ઉત્તર (ગુજરાત) સીટથી ટિકિટ આપી હતી, પરંતુ ટિકિટ પરત કરી દીધી. રોહન ગુપ્તાએ 18 માર્ચે જાહેરાત કરી હતી કે તેઓ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી નહીં લડે. રોહને કોંગ્રેસની ટિકિટ એમ કહેતા ઠુકરાવી દીધી હતી કે તેમના પિતા નહોતા ઇચ્છતા કે તેઓ કોંગ્રેસનાથી ચૂંટણી લડે અને પિતાજીની જિદ્દ સામે તેઓ ઝૂકી ગયા. ત્યારબાદ તેમણે 22 માર્ચે કોંગ્રેસના સંચાર વિભાગ સાથે જોડાયેલા એક નેતા પર સતત અપમાન અને ચરિત્ર હનનનો આરોપ લગાવ્યો હતો અને કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું.

રોહન ગુપ્તા કોંગ્રેસ IT સેલ અને સોશિયલ મીડિયાના હેડ રહ્યા છે. તેઓ રાષ્ટ્રીય પ્રવક્તા પણ રહ્યા છે. રોહન ગુપ્તાએ દાવો કર્યો કે, તેમના પિતાને પેનિક એટેક આવ્યો હતો અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પરંતુ ત્યાં તેમણે ICUમાં શિફ્ટ થવા માટે એમ કહેતા ઇનકાર કરી દીધો કે જ્યાં સુધી મારી વાત નહીં માને, ત્યાં સુધી સારવાર નહીં કરાવું. રોહનનું કહેવું હતું કે, તેઓ પોતાના પિતાના આગ્રહ પર ચૂંટણી મેદાનમાંથી હટી ગયા. રોહન ગુરુવારે ભગવા પાર્ટીમાં સામેલ થઇ ગયા હતા.

ભાજપ જોઇન્ટ કર્યા બાદ રોહન ગુપ્તાએ કહ્યું કે, આજે ભાજપમાં આવીને ગૌરવાન્વિત અનુભવી રહ્યો છું. હું દેશ પ્રત્યે કંઈક કામ કરવાની ભાવના લઈને આવ્યો છું. હું રાષ્ટ્ર નિર્માણ માટે દિલથી કામ કરીશ. મારા પિતા 40 વર્ષથી કોંગ્રેસમાં હતા. હું 15 વર્ષથી કોંગ્રેસમાં રહ્યો. કોઈ લાલચથી પાર્ટી છોડતું નથી. વાત જ્યારે સ્વાભિમાનની આવે છે તો નિર્ણય લેવો પડે છે. હું પોતે બિઝનેસમેન રહ્યો છું. રાષ્ટ્રવાદની વાત કે સનાતન ધર્મની વાત હોય. આ બંને મુદ્દાઓથી કોંગ્રેસ ભટકી ગઈ છે. છેલ્લા દોઢ બે વર્ષથી પાર્ટી મુદ્દાથી દિશાવિહીન થઈ ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp