મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનો દાવો-રામ મંદિરની છતથી ટપકી રહ્યું છે પાણી

PC: republicworld.com

અયોધ્યાના રામ મંદિરની છત પરથી વરસાદનું પાણી ટપકવા લાગ્યું છે. આ દાવો અહીંના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસે કર્યો છે. તેમનું કહેવું છે કે જ્યાં રામલલા બિરાજબાન છે, ત્યાં પહેલા વરસાદમાં જ પાણી ટપકવા લાગ્યું છે. તેમણે કહ્યું કે, અંદર પણ પાણી ભરાઈ ગયું હતું. મુખ્ય પૂજારીનું કહેવું છે કે જે નિર્માણ થયું છે તેમાં જોવું જોઈએ કે કયા કમી રહી ગઈ છે, જેના કારણે પાણી ટપકી રહ્યું છે. વરસાદ થયો તો રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસે કહ્યું કે, મંદિરની અંદર પણ પાણી ભરાઈ ગયું.

તેમણે કહ્યું કે, પાણી કાઢવાની કોઈ જગ્યા નથી અને પાણી ટપકે પણ છે. આ સમસ્યાનું સમાધાન પહેલા થવું જોઈએ. આજ-કાલમાં જ આ સમસ્યાનું સમાધાન સુનિશ્ચિત કરવાની જરૂરિયાત છે. જો વરસાદ શરૂ થઈ જશે તો ત્યાં પૂજા અર્ચના પણ મુશ્કેલ થઈ જશે. જો કે, રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ પોતાના નિવેદનમાં કથિત પાણી લીકેજ પર કહ્યું કે, ‘હું અયોધ્યામાં છું. મેં પહેલા માળ પરથી વરસાદના પાણીને પડતું જોયું છે. એ સ્વાભાવિક છે કેમ કે ગુરુ મંડપ બીજા માળના રૂપમાં આકાશના સંપર્કમાં છે અને શિખર પૂરું થવાથી એ બંધ થઈ જશે.

તેમણે કહ્યું કે, મેં નાળાથી કેટલુંક લીકેજ પણ જોયું કેમ કે પહેલા માળ પર આ કામ પ્રગતિ પર છે. પૂરું થવા પર નાળુ બંધ કરી દેવામાં આવશે. ગર્ભગૃહમાં પાણી કાઢવાની કોઈ વ્યવસ્થા નથી કેમ કે બધા મંડપોમાં પાણીને કાઢવા માટે ઢોળાવ માપવામાં આવ્યા છે અને ગર્ભગૃહમાં પાણીને મેન્યુઅલ રૂપે અવશોષિત કરી શકાય છે. એ સિવાય ભક્ત દેવતા પર અભિષેક કરી રહ્યા નથી. કોઈ ડિઝાઇન કે નિર્માણની સમસ્યા નથી. જે મંડપ ખુલ્લા છે એમાં વરસાદનું પાણી પડી શકે છે, જેના પર બહેસ થઈ હતી, પરંતુ નિર્ણય તેમણે નાગર વસ્તુશિલ્પ માપદંડો મુજબ ખુલ્લો રાખવાનો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp