38 વર્ષો બાદ જગન્નાથ મંદિરનો ખજાનો ખોલવાની ઉઠી માગ,શું છે ખોવાયેલી ચાવીનું રહસ્ય

PC: odishatv.in

ઓરિસ્સામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી પાસે આવી રહી છે. આ દરમિયાન ઘણા ગાડેલા મડદા ઉખાડી રહ્યા છે એટલે કે જૂની માગોને હવા આપવામાં આવી રહી છે. તેમાંથી એક છે જગન્નાથ મંદિરના ખજાનાને ખોલીને તેની પૂરી તપાસ કરવાની માગ. મજાની વાત એ છે કે ભાજપ અને કોંગ્રેસ બંને જ ઈચ્છે છે. હાલમાં જ ઘણા નેતાઓનું એક દળ મંદિર મેનેજમેન્ટ કમિટીને મળ્યું અને રત્ન ભંડાર ખોલવાની વાત કહી, પરંતુ સવાલ એ છે કે આખરે શું છે એ આ ભંડાર, કેમ આટલા વર્ષોથી બંધ પડ્યો છે અને કેમ અત્યારે જ તેની તપાસની વાત થઈ રહી છે.

શું છે આ ખજાનો?

તેમાં ભગવાન જગન્નાથ, ભલભદ્ર અને દેવી સુભદ્રાના કિંમતી આભૂષણ અને ખાવા-પીવાના વાસણ રાખવામાં આવ્યા છે. આ એ વસ્તુ છે જે એ સમયના રાજાઓ અને ભક્તોએ મંદિરમાં ચડાવ્યા હતા. 12મી સદીમાં બનેલા મંદિરમાં ત્યારથી આ વસ્તુઓ રાખેલી છે. આ ભંડારઘરનો પણ હિસ્સા છે. એક બાહ્ય અને એક આંતરિક ભંડાર. બાહ્ય હિસ્સાને સમય પર ખોલવામાં આવે છે. તહેવાર કે અવસર કઅવસરે પણ ખોલીને તેમાંથી ઘરેણાં કાઢીને ભગવાનોને સજાવવામાં આવે છે. રથયાત્રાના સમયે એવું થાય છે. તો આંતરિક ચેમ્બર છેલ્લા 38 વર્ષોથી બંધ પડ્યું છે. છેલ્લી વખત તેને વર્ષ 1978માં ખોલવામાં આવ્યો હતો. એ સત્તાવાર જાણકારી છે. તો વર્ષ 1985માં પણ ઇનર ચેમ્બરને ખોલવામાં આવ્યું, પરંતુ તેનું ઉદ્દેશ્ય શું હતું અને અંદર શું શું છે એ બાબતે કશું જ કહેવામાં આવ્યું નથી.

કેટલો છે અંદર ખજાનો?

વર્ષ 2018માં વિધાનસભામાં પૂર્વ કાયદા મંત્રી પ્રતાપ જેનાએ એક સવાલના જવાબમાં કહ્યું હતું કે અંતિમ વખત એટલે કે 1978માં તેને ખોલવાના સમયે રત્ન ભંડારમાં લગભગ 12,500 ભરી (એક ભરી 11.66 ગ્રામ બરાબર હોય છે) સોનાના ઘરેણાં હતા, જેમાં કિંમતી પથ્થર જડેલા હતા. સાથે જ 22 હજાર ભરીથી થોડા વધારે ચાંદીના વાસણ હતા. સાથે જ અન્ય ઘણા ઘરેણાં હતા, જેનું ત્યારે વજન કરવામાં આવ્યું નહોતું. તેના માટે ઓરિસ્સા સરકાર પાસે મંજૂરી લેવી પડે છે. ASI ના કહેવા પર ત્યાંની હાઇ કોર્ટે વર્ષ 2018માં પણ તેને ખોલવાનો આદેશ આપ્યો, પરંતુ પ્રોસેસ પૂરી ન થઈ શકી. તેનું કારણ પણ અજીબ બતાવવામાં આવ્યું. કહેવામાં આવ્યું કે, ચેમ્બરની ચાવી મળી રહી નથી.

આ ચાવીના નિયમ મુજબ પૂરી કલેક્ટર પાસે હોય છે. તાત્કાલિક કલેક્ટર અરવિંદ અગ્રવાલ હતા. તેમણે માન્યું કે તેમની પાસે ચાવીની કોઈ જાણકારી નથી. ત્યારબાદ આખા સ્ટેટમાં ખૂબ હોબાળો પણ મચ્યો હતો. અહી સુધી કે મુખ્યમંત્રી નવીન પટનાયકને દખલઅંદાજી કરવી પડી. તેમણે તેની તપાસનો આદેશ આપ્યો હતો. તપાસ કમિટીએ લગભગ 2 અઠવાડિયા બાદ જણાવ્યું કે, તેમને એક કવર મળ્યું છે, જેના ઉપર લખ્યું છે આંતરિક ભંડારની નકલી ચાવીઓ. તેની સાથે જ એક લાંબો લચાક રિપોર્ટ પણ આપવામાં આવ્યો, પરંતુ તેમાં શું લખવામાં આવ્યું છે એ પણ સાર્વજનિક ન થઈ શક્યું?

હવે કેમ ગરમાયો મુદ્દો?

ગયા વર્ષે જ તેની વાત ઉઠી હતી. વિપક્ષી પાર્ટીઓ પણ જાત જાતના આરોપ લગાવતા ખજાનાની તપાસની માગ કરી રહી છે. તેને જોતા મંદિર કમિટીએ સરકારને દરખાસ્ત કરી કે રત્ન ભંડારને ખોલવાની મંજૂરી આપવામાં આવે. ઓરિસ્સાના રત્ન ભંડારનું રહસ્ય એકલું નથી. દેશમાં વધુ એક મંદિર પણ છે જેના દરવાજા બાબતે ખૂબ વાતો થાય છે. કેરળના શ્રી પદ્મનાભસ્વામી મંદિર સૌથી અમીર મંદિરોમાં ગણાય છે. કહેવાય છે કે આ ગુપ્ત તહખાનામાં એટલો ખજાનો છુપાયો છે જેનો કોઈ અંદાજો પણ ન લગાવી શકે. એવા 7 તહખાના છે જેમાંથી 6 ખોલી દેવામાં આવ્યા છે, પરંતુ સાતમાનું પટ અત્યારે પણ બંધ છે.

સુપ્રીમ કોર્ટની દેખરેખમાં આ દરવાજા ખોલવામાં આવ્યા, જેમાંથી ખૂબ ખજાનો મળ્યો. આ મંદિર ટ્રસ્ટમાં જમા કર્યા બાદ જેવા જ સાતમા દરવાજાને ખોલવાનો પ્રયાસ કર્યો. ઘણી મુશ્કેલીઓ આવવા લાગી. મંદિરના શ્રદ્ધાળુઓનું માનવું છે  કે, જજ ટી.પી. સુંદરાજનની અધ્યક્ષમાં દરવાજો ખોલવાનો નિર્ણય થયો, તેમનું અચાનક મોત પણ એ જ ખુલેલા દરવાજાઓના કારણે થયું. ઇતિહાસકાર અને સેલાની એમિલી હેચે પોતાના પુસ્તક ‘ત્રવણકોર: એક ગાઈડ બૂક ફોર ધ વિઝિટર’માં મંદિરના રહસ્યમયી દરવાજાઓનો ઉલ્લેખ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp