497 કરોડની પેનલ્ટી, 23 કિલો સોનું… પિયુષ જૈનના કેસનું આખરે શું થયું?
કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ પ્રસાદ સાહૂના આવાસો પર ઇનકમ ટેક્સ વિભાગે 351 કરોડની રોકડ જપ્ત કરી છે. આ છાપેમારીની કાર્યવાહી બાદ ઉત્તર પ્રદેશનાના અત્તરના કારોબારી પીયુષ જૈનનો કેસ પણ ચર્ચામાં આવી ગયો છે. બરાબર 2 વર્ષ અગાઉ GST ઇન્ટેલિજેન્સ મહાનિર્દેશક (DGGI)એ પિયુષ જૈનના આવાસો પર એક સાથે છાપેમારી કરી હતી અને 197 કરોડ રૂપિયાની રોકડ, 23 કિલો સોનું અને અન્ય વહુમૂલ્ય વસ્તુઓને જપ્ત કરી હતી.
આ કેસમાં કારોબારી પૂરી રીતે ફસાઈ ગયો છે. રોકડ અને ઘરેણાં પાછા મળવાની વાત તો દૂર, તપાસ એજન્સીએ બેગણી એટલે કે 497 કરોડની પેનલ્ટીની નોટિસ પકડાવી ચૂકી છે. એટલું જ નહીં ઇનકમ ટેક્સ પણ જલદી જ પેનલ્ટી લગાવશે. GDDIની અમદાવાદ શાખાએ ડિસેમ્બર 2021માં કાનપુર અને કન્નોજમાં પિયુષ જૈનના આવાસો પરથી 196.54 કરોડ રૂપિયાની રોકડ, 23 કિલો સોનું અને 600 કિલો ચંદનનું તેલ જપ્ત કર્યું હતું. આ કેસમાં એજન્સી તરફથી કાનપુર કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. હાઇ કોર્ટના આદેશ પર પિયુષ ગોયલને સપ્ટેમ્બર 2022માં જામીન મળી ચૂક્યા છે.
મે 2023માં DGGIએ પોતાની તપાસ પૂરી કરી લીધી હતી અને તેણે પિયુષ જૈન પર 497 કરોડની પેનલ્ટી લગાવી હતી. સાથે જ આ કેસમાં 11 અન્ય લોકોને આરોપી બનાવીને નોટિસ આપી છે. આ કેસમાં એજન્સી તરફથી 1 લાખ 60 હજાર પાનાંની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ, પિયુષ જૈનના આવાસ પરથી GST વિભાગે 197 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી હતી. તેના પર જૈને પોતે આકલન કરીને 57 કરોડ રૂપિયાની GST સરકારી ખાતામાં જમા કરી દીધી હતી.
કોર્ટમાં પિયુષ જૈન તરફથી પક્ષ રાખવામાં આવ્યો કે, તેના આકલન મુજબ 57 કરોડ રૂપિયાની ટેક્સ ચોરી કરવામાં આવી છે, જે તેણે સરકારી ખાતામાં જમા કરી દીધી છે, પરંતુ GST વિભાગે પોતાની તપાસ પૂરી કરીને પિયુષ જૈન પર 497 કરોડ રૂપિયાની પેનલ્ટી લગાવી દીધી. DGGIએ બાકી બચેલા 140 કરોડ રૂપિયા ભારતના રાષ્ટ્રપતિના નામ પર FD કરાવીને તેમાં જમા કરાવી દીધા હતા. આ દરમિયાન 23 કિલો જપ્ત કરવામાં આવેલા સોનાની કિંમત 11 કરોડ રૂપિયા આકવામાં આવી હતી. આ સોનું પણ GST વિભાગ પાસે છે. તેના પર કસ્ટમ વિભાગે 60 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. 30 લાખ પિયષ જૈન પર, જ્યારે 30 લાખ રૂપિયાનો દંડ તેની કંપની odochem industries પર લગાવ્યો છે.
આ કંપનીમાં પિયુષ જૈન પાર્ટનર છે. સાથે જ પિયુષ જૈને આ સોના પર 4.38 કરોડ રૂપિયાની કસ્ટમ ડ્યૂટી ચૂકવવી પડશે. પિયુષ જૈનને ત્યાંથી જે પૈસા અને સોનું જપ્ત કરવામાં આવ્યું હતું, તેમાંથી કંઈ પણ તેને પાછું મળ્યું નથી. તો GST વિભાગે 497 કરોડ રૂપિયાની પેનલ્ટી નોટિસ પકડાવી દીધી હતી. એટલું જ નહીં, ઇનકમ ટેક્સ વિભાગ અલગથી આવકથી વધુ સ્ત્રોત પર ટેક્સ ન આપવાના કેસમાં પિયુષ જૈનની તપાસ કરી રહ્યો છે. ITએ હાલમાં અત્યારે ટેક્સ લાયાબિલિટીનું આકલન કર્યું નથી. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઇનકમ ટેક્સ દ્વારા પણ સેકડો કરોડની ટેક્સ લાયાબિલિટી પિયુષ જૈન પર લગાવી શકાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp