ક્યારથી બદલી શકાશે 2000ની નોટ, 30 સપ્ટેમ્બર બાદ શું થશે? જાણો તમામ સવાલના જવાબ

PC: indianexpress.com

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ 2000 રૂપિયાની નોટ પરત લેવાનો નિર્ણય લીધો છે. શુક્રવારે સાંજે તેની જાહેરાત થઈ. RBIએ કહ્યું કે, ‘ક્લીન નોટ પોલિસી’ હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જાહેરાત બાદ જ આખા દેશમાં અફરાતફરીનો માહોલ છે. લોકોના મનમાં ઘણા સવાલ ઉઠવા લાગ્યા. કોઈ તેને નોટબંદી કહેવા લાગ્યું, તો કોઈ કરપ્શન વિરુદ્ધ સરકારની વધુ એક મોટી કાર્યવાહી. જો કે, RBIએ એ સ્પષ્ટ કરી દીધું કે, 2000 રૂપિયા કાયદેસર રહેશે અને દેશના લોકો 23 મેથી લઈને 30 સપ્ટેમ્બર 2023 સુધી તેને બેંકોમાં જઈને બદલાવી શકશે કે જમા કરી શકે છે.

અત્યારે દેશમાં કુલ 31 લાખ 33 હજાર કરોડ રૂપિયાની કરન્સી સર્ક્યૂલેશનમાં છે, જેમાંથી દેશમાં અત્યારે 2000ની નોટોની કુલ 3 લાખ 13 હજાર કરોડ રૂપિયાની કરન્સી ચલણમાં છે. વર્ષ 2018 બાદ જ RBIએ 2000ની નોટ છાપવાની બંધ કરી દીધી હતી. RBIના નવા આદેશ મુજબ, હવે કુલ ચલણમાં ઉપસ્થિત કરન્સીનો 10 ટકા હિસ્સો આગામી 4 મહિનામાં પરત બેંકથી બદલાવવો પડશે કે તેને જમા કરાવવો પડશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2016માં 2000 રૂપિયાની નોટ જ્યારે આવી, ત્યારે ભારત માટે ઐતિહાસિક સમાચાર હતા.

તે સમય ભ્રષ્ટાચાર વિરુદ્ધ નોટબંદીની દસ્તકનો હતો. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર 2016ના રોજ 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરવાની જાહેરાત કરી દીધી હતી. 2000 રૂપિયાનો અંત પણ હવે કરપ્શન વિરુદ્ધ દસ્તક દેતા કરવામાં આવી રહ્યો છે. આમ તો સંભવ છે કે તમે પણ ઘણા દિવસોથી ATMમાં 2000 રૂપિયાની નોટ નીકળતી ન જોઈ હોય. ન તો તમારી પાસે 2000ની નોટ હોય, પરંતુ જો છે તો પરેશાન થવાની જરૂરિયાત નથી. ચાલો તો આ આર્ટિકલમાં જાણીએ તેની સાથે જોડાયેલા દરેક સવાલનો જવાબ.

સવાલ: જો તમારી પાસે 2000ની નોટ છે તો શું બેકાર થઈ જશે?

જવાબ: નહીં, તમને RBIએ સુવિધા આપી છે અને કહ્યું છે કે 23 મેથી 30 સપ્ટેમ્બર સુધી તમે બેંકમાં જઈને 2000 રૂપિયાની નોટ જમા કરો અને તેના બદલે નોટ બદલી લો.

સવાલ: શું સામાન લેવા જવા પર 2000 રૂપિયાની નોટ નહીં ચાલે?

જવાબ: RBIએ કહ્યું છે કે અત્યારે 2000ની નોટ ચલણમાં રહેશે. લોકો પોતાની લેવડ-દેવડ માટે 2000ની નોટોનો ઉપયોગ ચાલુ રાખી શકે છે અને તેને ચૂકવણીના રૂપમાં લઈ શકે છે, પરંતુ એવી પૂરી સંભાવના છે કે લોકો હવે બજારમાં તમારી પાસે નોટ લેતા ખચકાશે એટલે પ્રયાસ કરો કે બેંક જઈને જ નોટ બદલી લો

સવાલ: શું 2000 રૂપિયાની કેટલી પણ નોટ એક સાથે લઈ જઈને બદલી શકો છો?

જવાબ: નહીં. RBIએ કહ્યું કે, એક વખતમાં માત્ર 20 હજાર રૂપિયા સુધી જ 2000ની નોટ બેંકથી બદલવામાં આવશે એટલે કે 2 હજારની 10 નોટ એક વખતમાં બદલી શકાય છે.

સવાલ: શું જે બેંકમાં ખાતું છે એ જ બ્રાન્ચમાં જઈને નોટ બદલાવવી પડશે?

જવાબ: નહીં, તમે કોઈ પણ બેંકની બ્રાન્ચમાં જઈને પોતાની 2000ની નોટ બદલાવી શકો છો. એક ગેર-ખાતાધારી પણ કોઈ પણ બેંકની બ્રાન્ચમાં જઈને એક વખતમાં 20 હજાર રૂપિયાની સીમા સુધીમાં નોટ બદલવી શકે છે. જો કોઈ બેંક નોટ બદલવાની ના પાડે છે તો તમે સંબંધિત બ્રાન્ચની ફરિયાદ પહેલા બેંક મેનેજરને કરી શકો છો. જો બેંકે ફરિયાદ નોંધવાના 30 દિવસની અવધિની અંદર જવાબ આપતી નથી કે જો ફરિયાદકર્તા બેંક દ્વારા આપવામાં આવેલા જવાબ/સંકલ્પથી સંતુષ્ટ નથી તો RBIની એકીકૃત લોકપાલ યોજના હેઠળ RBIની ફરિયાદ સંબંધિત પ્રણાલી cms.rbi.org.in પર ફરિયાદ કરી શકાય છે.

સવાલ: શું 2000ની નોટ બેંકથી બદલાવવાનો કોઈ ચાર્જ લાગશે?

જવાબ: નહીં આ બધુ ફ્રીમાં હશે, બેંક તમારી પાસે કોઈ ચાર્જ નહીં લે.

સવાલ: 10 નોટ એક દિવસમાં બદલી શકાય છે કે એક અઠવાડિયામાં?

જવાબ: આ બાબતે અત્યાર સુધી RBIએ સ્પષ્ટ કર્યું નથી. તેના પર સ્પષ્ટ જવાબ આવવાનો બાકી છે.

સવાલ: નોટ બદલવાની સમય સીમા 30 સપ્ટેમ્બર છે, ત્યારબાદ શું થશે?

જવાબ: સમય સીમા પૂરી થયા બાદ તેને RBIના માધ્યમથી બદલી શકાય છે. 20 સપ્ટેમ્બર બાદ 2000 રૂપિયાની નોટ બેંકોમાં એક્સચેન્જ/ડિપોઝિટ નહીં કરી શકાય.

સવાલ: 30 સપ્ટેમ્બર બાદ 2000 રૂપિયા કાયદાકીય મુદ્રાના રૂપમાં કાયદેસર નહીં રહે?

જવાબ: 30 સપ્ટેમ્બર બાદ પણ 2000 રૂપિયાની નોટ કાયદેસર રહેશે. જો કે, સમય સીમા બાદ 2000 રૂપિયાની નોટથી કોઈ લેવડ દેવડની મંજૂરી નહીં હોય.

સવાલ: એક વખતમાં 10 નોટ બદલવી શકાય છે, પરંતુ શું જમા કરાવવાની પણ કોઈ સીમા છે?

જવાબ: નહીં, 20000 રૂપિયાની નોટ લઈ જઈને ખાતામાં જમા કરાવી શકો છો, તો તેની કોઈ સીમા નથી. RBIના નિયમ મુજબ પહેલાંની જેમ જ નોટ જમા કરાવી શકાશે.

સવાલ: શું ગ્રામીણ ક્ષેત્રોમાં જ્યાં બેંકિંગની સુવિધા ઓછી છે ત્યાં બિઝનેસ કોરેસ્પોન્ડેન્ટ દ્વારા પણ નોટ બદલી શકાય છે?

જવાબ: હા, પરંતુ ત્યાં એક અકાઉન્ટ હોલ્ડર રોજ માત્ર 4000 હજાર એટલે કે 2 નોટ જ બિઝનેસ કોરેસ્પોન્ડેન્ટ દ્વારા બદલી શકે છે.

RBIએ પોતાના વાર્ષિક રિપોર્ટમાં 2000ની નોટને લઈને મોટી જાણકારી આપી હતી. તેમ કહેવામાં આવ્યું હતું કે, 2000ની નોટનું છાપકામ વર્ષ 2018 બાદ કરવામાં આવ્યું નથી. નાણાકીય વર્ષ 2019-20, વર્ષ 2020-21 અને નાણાકીય વર્ષ 2021-22માં 2000 રૂપિયાની એક પણ નોટ છપાઈ નથી. આ કારણે બજારમાં 2000 રૂપિયાની નોટોનું સર્ક્યૂલેશન ઓછું થયું છે. વર્ષ 2021માં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે લોકસભામાં એવી જાણકારી આપી હતી કે, 2 વર્ષથી 2000 રૂપિયાની એક પણ નોટ છપાઈ નથી.

શું છે ક્લીન નોટ પોલિસી?

સામાન્ય જનતા સુધી સારી ગુણવત્તાની નોટ ઉપલબ્ધ કરાવવા માટે RBI વર્ષ 1988માં ક્લીન નોટ પોલિસી લઈને આવી હતી. આ પોલિસી દેશમાં નકલી નોટોના સર્ક્યૂલેશન પર લગામ લગાવવા માટે રજૂ કરવામાં આવી હતી. આ પોલિસીનો દેશની અર્થવ્યવસ્થા પર ખૂબ સારો પ્રભાવ પડ્યો હતો કેમ કે તેનાથી લોકોને જૂની નોટો બેંકમાં જમા કરવા અને તેને બદલે નવી નોટ લેવા મજબૂર થવું પડ્યું હતું. તેનાથી બજારમાં રોકડનું સંકટ પણ ઊભું થઈ ગયું હતું, જેથી રિયલ એસ્ટેટ, રિટેલ અને ટુરિઝ્મ જેવા ઘણા સેક્ટર પ્રભાવિત થયા હતા. જો કે, RBIની ક્લીન નોટ પોલીસની નિંદા પણ થઈ હતી કેમ કે તેનો દેશની ગરીબ અને ગ્રામીણ વસ્તી પર નકારાત્મક અસર પડી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp