ભારત 5000 વર્ષોથી ધર્મનિરપેક્ષ રહ્યું..’ મોહન ભાગવત બોલ્યા-એકબીજા સાથે ઝઘડો નહીં

PC: zeenews.india.com

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રમુખ મોહન ભાગવતે બુધવારે કહ્યું કે, ભારત 5,000 વર્ષોથી એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર રહ્યું છે. તેમણે લોકોને એકજૂથ થઈને રહેવા અને દુનિયા સામે માનવતાપૂર્વ વ્યવહારનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરવાનું આહ્વાન કર્યું. RSSન વરિષ્ઠ પદાધિકારી આર. હરિ દ્વારા લિખિત પુસ્તક 'પૃથ્વી સૂક્ત- એન ઓડ ટૂ મધર અર્થ'ના વિમોચન માટે આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરતા મોહન ભાગવતે લોકોને પોતાની માતૃભૂમિ પ્રત્યે ભક્તિ, પ્રેમ અને સમર્પણ રાખવાની અપીલ કરતા કહ્યું કે, 'આપણે માતૃભૂમિને આપણી રાષ્ટ્રીય એકતાનું અનિવાર્ય ઘાટક માનીએ છીએ.

RSS પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે, આપણી 5,000 વર્ષ જૂની સંસ્કૃતિ ધર્મનિરપેક્ષ છે. બધા તત્વજ્ઞાનમાં, યોગ્ય નિષ્કર્ષ છે. આખી દુનિયા એક પરિવાર છે, એ આપણી ભાવના છે. આ કોઈ સિદ્ધાંત નથી. તેને જાણો, અનુભવો અને પછી તે મુજબ વ્યવહાર કરો. દેશમાં ખૂબ વિવિધતા છે. એક-બીજા સાથે ન ઝઘડો. પોતાના દેશને દુનિયાને એ શીખવવામાં સક્ષમ બનાવો કે આપણે એક છીએ. તે ભારતના અસ્તિત્વનું એકમાત્ર ઉદ્દેશ્ય છે. ઋષિઓએ વિશ્વ કલ્યાણ માટે ભારતનું નિર્માણ કર્યો.

તેમણે એવો સમાજ બનાવ્યો, જેણે પોતાનું જ્ઞાન દેશના અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડ્યું. મોહન ભાગવતે આગળ કહ્યું કે, તેઓ માત્ર સંન્યાસી નહોતા. તેઓ પોતાના પરિવારો સાથે ભટકતું જીવન જીવતા હતા. આ બધા વિચરતા અત્યારે પણ ત્યાં છે, જેમને અંગ્રેજોએ ગુનાહિત જનજાતિઓ જાહેર કરી દીધા હતા. તેઓ મોટા ભાગે પોતાની સંસ્કૃતિનું પ્રદર્શન કરતા જોવા મળે છે. સમાજમાં કેટલાક લોકો આયુર્વેદિક જ્ઞાન શેર કરે છે. હાલમાં જ સમાપ્ત થયેલા G20 શિખર સંમેલનને લઈને તેમણે કહ્યું કે, આ વાત પર કોઈ આશ્ચર્ય નથી કે G20માં જે વસુધૈવ કુટુંબકમની વાત કહેવામાં આવી હતી. તે એટલે કહેવામાં આવી હતી કે ભારત હંમેશાંથી દુનિયાને આ જ રસ્તો દેખાડે છે.

મોહન ભાગવતે કહ્યું કે, રંગા હરિ એકલા એવા વ્યક્તિ નહોતા જેમની પાસે બેસવાથી ઘણું શીખવા મળી જતું હતું, પરંતુ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સાથે બેસવાથી પણ ઘણું બધુ શીખવા મળી જતું હતું. તેઓ ખૂબ વિદ્વાન હતા. જ્યારે હું તેમને મળતો હતો તો તેઓ કહેતા હતા કે ભારતનું સંવિધાન જ સેક્યુલર છે. પછી રોકાયા અને બોલ્યા કે 500 વર્ષથી આપણા દેશની આ જ પદ્ધતિ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp