RSSના વડા મોહન ભાગવતે બેંગકોંકમાં કહ્યું- દુનિયાને આર્ય બનાવીશું, બધાને જોડો

PC: jagran.com

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે શુક્રવારે કહ્યું કે, ભૌતિકવાદ, સામ્યવાદ અને મૂડીવાદની સાથે પ્રયોગો પછી ડગમગી રહેલી દુનિયાને પ્રસન્નતા અને સંતોષનો માર્ગ ભારત બનાવશે.

થાઇલેન્ડની રાજધાની બેંગકોંકમાં ત્રીજા વિશ્વ હિંદુ કોંગ્રેસના ઉદઘાટન સત્રને સંબોધિત કરતી વખતે RSSના વડા મોહન ભાગવતે દુનિયાભરના હિંદુઓને અપીલ કરી છે તેઓ એકબીજા સાથે જોડાઇને દુનિયા સાથે કડી જોડે. તેમણે આગળ કહ્યુ કે, દુનિયા એક પરિવાર છે અને અમે બધાને આર્ય બનાવીશું.

દુનિયાભરમાંથી બેંગકોક આવેલા વિચારકો, કાર્યકરો, નેતાઓ, ઉદ્યોગકારોને સંબોધિત કરતી વખતે કહ્યુ કે, આપણે દરેક હિંદુ સુધી પહોંચવું પડશે, સંપર્ક કરવો પડશે. બધા હિંદુ મળીને દુનિયામાં બધીનો સંપર્ક કરીશું. હિંદુ વધારેમાં વધારે સંખ્યામાં જોડાઇ રહ્યા છે અને દુનિયાની સાથે જોડવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે.

ભાગવતે કહ્યું, આજની દુનિયા ડગમગી રહી છે. 2,000 વર્ષથી તેઓએ સુખ, આનંદ અને શાંતિ લાવવા માટે ઘણા પ્રયોગો કર્યા છે, પણ સંતોષ મળ્યો નથી.

તેમણે કહ્યું, કોરોના મહામારી પછી, તેઓએ પુનર્વિચાર કરવાનું શરૂ કર્યું. હવે એવું લાગે છે કે ભારત રસ્તો બતાવશે તે વિચારવામાં તેઓ એકમત છે.

ભાગવતે કહ્યું, આપણે બધા પાસે જઈને સંપર્ક કરવો પડશે, તેમની સાથે જોડાવું પડશે અને આપણી સેવાઓ સાથે તેમને આપણી તરફ લાવવા પડશે, આપણી પાસે ઉમંગ છે, આપણે નિઃસ્વાર્થ સેવામાં વિશ્વમાં અગ્રણી છીએ, તે આપણી પરંપરાઓ અને મૂલ્યોમાં છે. તેથી લોકો સુધી પહોંચો અને દિલ જીતો.

આ ત્રણ દિવસીય કોન્ફરન્સમાં ભાગ લેનારા પ્રતિનિધિઓને વિશ્વભરના હિંદુઓ સામેના પડકારો અંગે ચર્ચા કરવાની તક મળશે. ભાગવતે કહ્યું કે હિન્દુઓએ ‘વસુધૈવ કુટુંબકમ’ની ભાવના ફેલાવવામાં મહત્વની ભૂમિકા ભજવવી પડશે.

RSSના વડાએ કહ્યુ કે,આપણે આપણી વિશેષતાને ઓળખી કાઢી છે. આપણી અંદર દરેક માટે આદર છે. આપણા પૂર્વજોએ આ વાત ઓળખી હતી પણ આપણે આ કૌશલ્ય ભૂલી ગયા અને ટુકડાઓમાં વહેંચાઈ ગયા અને વશ થઈ ગયા. હવે આપણે સાથે આવવું પડશે.

તેમણે કહ્યું કે આક્રોશ, નફરત, દ્વેષપૂર્ણ ભાષણ અને અહંકાર લોકોને એકસાથે આવતા અટકાવે છે અને સમાજ કે સંગઠનને તોડી નાખે છે. વર્લ્ડ હિન્દુ ફાઉન્ડેશનના સ્થાપક અને વૈશ્વિક પ્રમુખ સ્વામી વિજ્ઞાનાનંદે શંખ ફૂંકીને કોન્ફરન્સની શરૂઆત કરી હતી. તેમાં 60 થી વધુ દેશોના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp