પૂર્વજોના ગ્રંથમાં સ્વાર્થી લોકોએ ખોટું ઘુસાડ્યું, ફરી સમીક્ષા થવી જોઇએ: ભાગવત

PC: facebook.com/profile.php?id=100058249882672

રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે કહ્યુ કે, આપણો ધર્મ વિજ્ઞાન અનુસાર ચાલે છે અને વિજ્ઞાનને માનવ માટે લાભકારી બનાવવા માટે એ ધર્મની આવશ્યકતા છે. ભાગવતે કહ્યું કે, આપણી પાસે જે પરંપરાગત રીતે જે છે, તેના વિશે દરેક વ્યકિતને કમસે કમ મૂળભૂત જાણકારી હોવી જોઇએ. ભાગવતે આ વાત નાગપુરમાં યોજાયેલા એક સંમેલનમાં કરી હતી. તેમણે કહ્યું કે ગ્રંથોની ફરી સમીક્ષા કરવાનો હવે સમય આવી ગયો છે.

RSSના વડા મોહન ભાગવતે ગુરુવારે નાગપુરમાં કહ્યું કે પસંદગી આપણી છે અને હિંદુ ધર્મ પસંદગી શિખવનારો અને સંતુલન આપનારો ધર્મ છે. ભાગવતે કહ્યું, આપણો ધર્મ વિજ્ઞાન દ્વારા સંચાલિત છે અને વિજ્ઞાનને તે ધર્મની જરૂર છે જે મનુષ્ય માટે ફાયદાકારક હોય, તેથી વિજ્ઞાનને આગળ લાવવાની આપણી પરંપરાઓ છે.

ભાગવતે કહ્યું, દુનિયાના દરેક વિષયમાં, આપણા પૂર્વજોએ કંઈક ને કંઈક કર્યું છે, તેઓ પરંપરાથી આગળ વધ્યા છે. પહેલા આપણી પાસે ગ્રંથો નહોતા, તે મૌખિક પરંપરાથી ચાલતા હતા. પછીથી ગ્રંથો આમ તેમ થઇ ગયા અને કેટલાક સ્વાર્થી લોકોએ પુસ્તકમાં કંઈક દાખલ કર્યું છે જે ખોટું છે. તે પુસ્તકો અને પરંપરાઓના જ્ઞાનની ફરી એકવાર સમીક્ષા કરવી જરૂરી છે.

તેમણે આગળ કહ્યુ કે, આપણી પાસે જે પરંપરાગત રીતે જે કંઇ પણ છે, તેના વિશે દરેક વ્યકિતને કમસેકમ મૂળભૂત જાણકારી હોવી જરૂરી છે. એને શિક્ષણ પ્રણાલી અને લોકોની સાથે સંવાદ કરીને હાંસલ કરી શકાય તેમ છે.

RSSના વડાએ કહ્યુ કે, ઐતિહાસિક રીતે ભારતમાં વસ્તુઓને જોવાની વૈજ્ઞાનિક રીત હતી, પરંતુ આક્રમણને કારણે આપણી સિસ્ટમ નષ્ટ થઇ ગઇ અને આપણી જ્ઞાન સંસ્કૃતિ ખંડિત થઈ ગઈ હતી.

ભાગવતે કહ્યુ કે, ભારતનો પારંપારિક જ્ઞાનનો આધાર ઘણો મોટો છે. આપણાં કેટલાંક પ્રાચીન પુસ્તકો ખોવાઇ ગયા હતા,જેમાં કેટલાંક સ્વાર્થી લોકોએ એમાં ખોટા દ્રષ્ટિકોણ નાંખી દીધો હતો, જે ખોટું છે. નવી શિક્ષણ નીતિ હેઠળ તૈયાર કરવામાં આવેલા સિલેબસમાં હવે એવી વસ્તુઓ પણ સામેલ કરવામાં આવી છે, જે પહેલાં નહોતી.

રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે, જે જ્ઞાનની ઇચ્છા રાખે એને જ્ઞાન જ આપવામાં આવે.જ્ઞાન સમાજના દરેક વર્ગ સુધી પહોંચવું જોઇએ. તેમણે કહ્યુ કે, કેટલાંક લોકો પરવાનગી વગર જ્ઞાન લેવા માંગે છે, તો એવામાં જરૂરી છે કે આપણને કમસેકમ એટલી ખબર હોવી જોઇએ કે આપણી પરંપરામાં કઇ કઇ વાતો વ્યર્થ છે. તેમણે કહ્યું કે,ગ્રંથોના પરંપરા જ્ઞાનની ફરી એકવાર સમીક્ષા કરવી એ સમયની માંગ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp