આવતા વર્ષે RSSના 100 વર્ષ પૂરા થાય છે, શું હિંદુ રાષ્ટ્રનો સંકલ્પ પૂરો થશે?

PC: aajtak.in

રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા તાજેતરમાં નાગપુરમાં યોજાઇ હતી. આ સભામાં લોકસભા 2024ને લઇને પણ ચર્ચા કરવામાં આવી હતી. દત્રાત્રેય હોસબોલે, મનમોહન વૈદ્ય સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં ચર્ચા થઇ હતી કે જે રીતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ પહેલા RSSના કાર્યકરોએ અક્ષત ઇન્વિટેશન સાથે લોકોનો ઘરે ઘરે સંપર્ક કર્યો હતો એ જ રીતે કાર્યકરો લોકસભા ચૂંટણીમાં 100 ટકા મતદાન કરવા સમજાવવા માટે લોકોના ઘરે ઘરે પહોંચશે.

રાજકારણના જાણકારોએ કહ્યું કે, ભાજપે જો 400 બેઠકો જીતવી હશે તો RSSની મદદ વગર શક્ય નથી. આવતા વર્ષે RSSની સ્થાપનાને 100 વર્ષ પુરા થશે.સંસ્થા બની હતી ત્યારે સંકલ્પ લેવાયો હતો કે ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવું. હવે 100 વર્ષે RSS ભારતને હિંદુ રાષ્ટ્ર જાહેર કરવા માટે પુરો પ્રયાસ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp